લદ્દાખમાં નદીમાં ખાબકી પિક-અપ વૅન, મિનિસ્ટર કિરેન રિજિજુની ટીમે બે જણને સલામત બહાર કાઢ્યા

27 August, 2025 11:10 AM IST  |  Ladakh | Gujarati Mid-day Correspondent

લદ્દાખના દ્રાસ સેક્ટરમાં ગઈ કાલે એક પિક-અપ વૅન નદીમાં પડી જતાં બે જણ એમાં ફસાઈ ગયા હતા અને મદદની રાહ જોઈ રહ્યા હતા

નદીમાં ખાબકેલા બે જણનું બચાવકાર્ય જોતા કિરેન રિજિજુ.

લદ્દાખના દ્રાસ સેક્ટરમાં ગઈ કાલે એક પિક-અપ વૅન નદીમાં પડી જતાં બે જણ એમાં ફસાઈ ગયા હતા અને મદદની રાહ જોઈ રહ્યા હતા.

એ સમયે જ કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુનો કાફલો ત્યાંથી પસાર થયો હતો. તેમણે બે જણને નદીમાં ફસાયેલા જોઈને કાફલાને રોક્યો હતો અને બન્ને જણને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરી હતી. બન્નેને યોગ્ય સમયે નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

national news india ladakh kiren rijiju road accident