શપથવિધિમાં કોણ-કોણ હાજર રહ્યું?

10 June, 2024 09:08 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

વંદે ભારત ટ્રેનનાં લોકો પાઇલટ ઐશ્વર્યા એસ. મેનન (ચેન્નઈ રેલવે સ્ટેશન) અને એશિયાની પહેલી મહિલા લોકો પાઇલટ સુરેખા યાદવ પણ રહ્યા હાજર

ગઈ કાલે પાર્લમેન્ટનું બિલ્ડિંગ બનાવનાર કારીગરોને પણ શપથવિધિમાં બોલાવવામાં આવ્યા હતા.

ભારતની નેબરહૂડ ફર્સ્ટ પૉલિસી હેઠળ શ્રીલંકાના પ્રેસિડન્ટ રાનિલ વિક્રમાસિંઘે, મૉલદીવ્ઝના પ્રેસિડન્ટ મોહમ્મદ મુઇઝુ, સેસિલ્સના વાઇસ પ્રેસિડન્ટ અહમદ અફીફ, બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના, ભુતાનના વડા પ્રધાન શેરિંગ ટોબ્ગે, નેપાલના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને મૉરિશ્યસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ. વંદે ભારત ટ્રેનનાં લોકો પાઇલટ ઐશ્વર્યા એસ. મેનન (ચેન્નઈ રેલવે સ્ટેશન) અને એશિયાની પહેલી મહિલા લોકો પાઇલટ સુરેખા યાદવ.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં કામ કરનારા સૅનિટેશન વર્કરો, ટ્રાન્સજેન્ડર સ્ટાફ અને શ્રમિકો. ગયા વર્ષે ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં ટનલમાં ફસાયેલા ૪૧ કન્સ્ટ્રક્શન વર્કર્સને સલામત રીતે બહાર કાઢવામાં મોટી ભૂમિકા ભજવનારા રૅટ-હૉલ માઇનર્સ. ઘણા ગણમાન્ય સાધુ-સંતો, વકીલો, ડૉક્ટરો, કલાકારો, સાંસ્કૃતિક પર્ફોર્મર અને મીડિયા ઇન્ફ્લુએન્સર્સ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં જેમની વાત કરી છે એવા લોકો. પદ્‍‍મવિભૂષણ, પદ્‍‍મભૂષણ અને પદ્‍‍મશ્રી અવૉર્ડથી સન્માનિત માન્યવર. આ સિવાય BJPના ગણમાન્ય નેતાઓ, જેમનો ટર્મ પૂરો થયો છે એવા સંસદસભ્યો, નૅશનલ એજ્યુકેશન કમિટીના મેમ્બરો, વિધાનસભ્યો અને વિધાન પરિષદના સભ્યો.

national news narendra modi india maldives sri lanka bharatiya janata party