22 April, 2025 05:56 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
સાઉદી અરબના ઍર સ્પેસમાં પીએમ નરેન્દ્ર મોદીના વિમાને એન્ટ્રી લીધી. આ અવસરે સાઉદી અરબે સ્પેશિયલ જેસ્ચર બતાવ્યું છે. સાઉદી અરબની ઍર ફૉર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાનને સ્પેશિયલ સુરક્ષા આપી. આનો વીડિયો પણ સામે આવ્યો છે.
પીએમ મોદી સાઉદી અરબના પ્રવાસ પર જવા નીકળી ગયા છે. તો સાઉદી અરબના ઍર સ્પેસમાં પીએમ મોદીના વિમાને એન્ટ્રી લઈ લીધી છે. આ અવસરે સાઉદી અરબે સ્પેશિયલ જેસ્ચર બતાવ્યું છે. સાઉદી અરબના ઍર સ્પેસમાં પીએમ મોદીનું વિમાન પહોંચતા જ સાઉદી અરબની ઍર ફૉર્સે તેમના વિમાનને સ્પેશિયલ સુરક્ષા આપી. આનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પીએમ મોદીના વિમાન સાથે સાઉદી અરબની ઍર ફૉર્સના વિમાન (F15s of the Royal Saudi Air Force) પણ ઉડાણ ભરતા જોવા મળી રહ્યા છે.
પીએમ મોદીની ત્રીજી સાઉદી અરબની યાત્રા
છેલ્લા એક દાયકામાં પીએમ મોદીની આ સાઉદી અરબનો ત્રીજો પ્રવાસ હશે. તો પીએમ મોદી ઔતિહાસિક શહેર જેદ્દાનો પ્રવાસ પહેલીવાર કરશે. સાઉદી અરબમાં ભારતીય દૂતાવાસે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, "નિવેશ પર ભારત-સાઉદી ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સે 21 એપ્રિલના રિયાદમાં પોતાની બેઠક કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા 24 કલાકમાં વેપાર, ઇન્વેસ્ટમેન્ટ અને રક્ષા ક્ષેત્રે વધારાના કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ખાસ પ્રયત્ન કરવામાં આવ્યા." સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નિમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરબ પહોંચ્યા.
અનેક મુદ્દાઓ પર વાતચીત થશે
તમને જણાવી દઈએ કે પીએમ મોદીની સાઉદી અરેબિયા મુલાકાત દરમિયાન ભારતીય યાત્રાળુઓ માટે હજ ક્વોટામાં વધારો થવાની શક્યતા છે. બંને દેશોના નેતાઓ આ મુદ્દા પર પણ ચર્ચા કરશે. આ ઉપરાંત, ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ઓછામાં ઓછા છ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, બંને દેશો વચ્ચે અવકાશ, ઊર્જા, આરોગ્ય, વિજ્ઞાન અને સંશોધન, સંસ્કૃતિ અને અદ્યતન ટેકનોલોજી સહિતના મુખ્ય ક્ષેત્રોમાં એમઓયુ ઔપચારિક થવાની અપેક્ષા છે.
પીએમ મોદીએ X પૂર્વે ટ્વિટર પર પોસ્ટ કરી
સાઉદી અરેબિયા જતા પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ટ્વિટર પર આ માહિતી શેર કરી હતી. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, "સાઉદી અરેબિયાના જેદ્દાહ માટે રવાના થઈ રહ્યો છું, જ્યાં હું વિવિધ બેઠકો અને કાર્યક્રમોમાં ભાગ લઈશ. ભારત સાઉદી અરેબિયા (Saudi Arabia) સાથેના તેના ઐતિહાસિક સંબંધોને મહત્વ આપે છે. છેલ્લા દાયકામાં દ્વિપક્ષીય સંબંધોએ નોંધપાત્ર ગતિ મેળવી છે. હું વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની બીજી બેઠકમાં ભાગ લેવા માટે આતુર છું. હું ત્યાં ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરીશ."