13 May, 2025 07:03 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ બાદ નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર: એજન્સી)
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી આજે પહેલી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi Addressed India) પહેલી વખત દેશ અને જનતાનું સંબોધન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સશસ્ત્ર દળો અને તેમની કાર્યવાહીની પ્રશંસા કરી, અને કહ્યું કે તેઓએ ખાતરી કરી છે કે દરેક આતંકવાદી હવે ‘મહિલાઓના સિંદૂર ભૂંસવાની કિંમત જાણે છે’. પાકિસ્તાન તરફથી ચાર દિવસની દુશ્મનાવટ પછી યુદ્ધવિરામના ત્રીજા દિવસે બોલતા, વડા પ્રધાન મોદીએ કહ્યું કે આવા ઓપરેશન સિંદૂરથી આતંકવાદ સામે ભારતની લડાઈમાં એક નવી સ્થિતિ ઊભી થઈ છે. તેમણે ઉમેર્યું કે, ભારતની જમીન પર ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી હુમલાને ‘યુદ્ધનું કૃત્ય’ ગણીને કાર્યવાહીનો માર્ગ ખુલ્લો કરવામાં આવશે જે દેશ અનુસરશે.
વડા પ્રધાને કહ્યું કે, ઓપરેશન સિંદૂર (PM Narendra Modi Addressed India) એ ન્યાય માટે અટલ પ્રતિજ્ઞા છે. હું ઓપરેશન સિંદૂર આ રાષ્ટ્રની માતાઓ, બહેનો અને પુત્રીઓને સમર્પિત કરું છું. ઓપરેશન સિંદૂર ફક્ત એક નામ નથી, તે લોકોની લાગણીઓનું પ્રતિબિંબ છે. ભારતના આતંકવાદી છાવણીઓ પરના હુમલા પછી પાકિસ્તાન નિરાશામાં ડૂબી ગયું હતું, પરંતુ તેમણે આતંકવાદ સામે લડવામાં મદદ કરવાને બદલે આપણા પર હુમલો કરવાની હિંમત કરી. ભારતના હુમલામાં 100 થી વધુ ભયાનક આતંકવાદીઓ માર્યા ગયા. આખી દુનિયાએ જોયું કે આપણી લશ્કરી શક્તિએ પાકિસ્તાની ડ્રૉનને કેવી રીતે તોડી પાડ્યા. ભારતે પાકિસ્તાનના દિલ પર હુમલો કર્યો છે, આપણી મિસાઇલોએ તેમના હવાઈ સ્ટેશનને નુકસાન પહોંચાડવા માટે ચોકસાઈથી હુમલો કર્યો છે,” મોદીએ કહ્યું.
"આતંકવાદીઓએ આપણી બહેનોના કપાળ પરથી સિંદૂર ભૂંસી નાખવાની હિંમત કરી. જેને પગલે ભારતે આતંકના મુખ્ય સ્ટેશનનો નાશ કર્યો છે. ભારતે પાકિસ્તાનમાં (PM Narendra Modi Addressed India) મુક્તપણે ફરતા 100 થી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા છે, તેમના મુખ્ય મથકને કાટમાળમાં ફેરવી દીધા છે. અમે આતંકના મૂળ પર હુમલો કરીશું," પીએમ મોદીએ કહ્યું. પીએમ મોદીએ આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાનની પણ ટીકા કરી અને કહ્યું કે હવે તેમને પાઠ પણ શીખવવામાં આવ્યો છે. "જ્યારે આપણી મિસાઇલો અને ડ્રૉને પાકિસ્તાનમાં આતંકવાદી સ્થળોનો નાશ કર્યો, ત્યારે ફક્ત તેમની ઇમારતો જ નહીં પરંતુ તેમની ભાવના પણ તોડી પાડવામાં આવી, ભારતે પાકિસ્તાનના હૃદય પર હુમલો કર્યો. તેમના હવાઈ મથકોનો નાશ કર્યો, હચમચી ઉઠ્યું પાકિસ્તાન અમારા કાર્યોથી સ્તબ્ધ થઈ ગયું... અને શાંતિ માટે ભીખ માગવી પડી," તેમણે ઉમેર્યું.