પીએમ મોદી જર્મની અને યુએઈમાં ૧૨થી વધુ ગ્લોબલ લીડર્સને મળશે

26 June, 2022 09:31 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઉપરાંત તેમના ૧૫થી વધુ હેક્ટિક કાર્યક્રમો રહેશે

ફાઇલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જર્મની અને યુનાઇટેડ આરબ અમિરેટ્સની તેમની વિઝિટ દરમ્યાન ૧૨થી વધુ ગ્લોબલ લીડર્સની સાથે મીટિંગ કરશે. ઉપરાંત તેમના ૧૫થી વધુ હેક્ટિક કાર્યક્રમો રહેશે. વડા પ્રધાન મ્યુનિચમાં ભારતીય સમુદાયો માટેના એક કાર્યક્રમને પણ સંબોધવાના છે. તેઓ ૨૬ અને ૨૭ જૂને યોજાનારી જી૭ સમિટમાં ભાગ લેવા માટે જર્મની જઈ રહ્યા છે. એ પછી તેઓ ૨૮ જૂને યુએઈમાં જશે. આ ગલ્ફ દેશના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ શેખ ખલિફા બિન ઝાયેદ અલ નહયનના નિધન પર તેમને અંજલિ અર્પવા માટે જ તેઓ યુએઈમાં જઈ રહ્યા છે. જર્મનીએ આર્જેન્ટિના, ઇન્ડોનેશિયા, સેનેગલ અને સાઉથ આફ્રિકાને પણ આ સમિટ માટે આમંત્રણ આપ્યું છે. 

national news narendra modi germany united arab emirates