ઉત્તર પ્રદેશની વિધાનસભાના સ્પીકરની જીભ લપસી

16 July, 2026 02:57 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

જેમણે સાચી શ્રદ્ધાથી દાન આપ્યું નહોતું તેમના પૈસા રામ મંદિરમાંથી ચોરાયા

સતીશ મહાના

ઉત્તર પ્રદેશની વિધાનસભાના સ્પીકર અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય સતીશ મહાનાએ અયોધ્યામાં રામ મંદિરમાં થયેલી દાનચોરી વિશે કરેલી કમેન્ટથી રાજકીય વિવાદ ઊભો થયો છે. રામ મંદિરમાં થયેલી દાનચોરી વિશે કમેન્ટ કરતાં સતીશ મહાનાએ કહ્યું હતું કે ‘જે લોકોના પૈસા ચોરાઈ ગયા હતા તેમણે કદાચ સાચી શ્રદ્ધા અને ભક્તિથી દાન આપ્યું નહોતું. અમે સંપૂર્ણ શ્રદ્ધા સાથે દાન આપ્યું હતું અને અમારા પૈસા હજી પણ મંદિરમાં છે.’

અયોધ્યાના રામ મંદિરના CEOના પદ માટે ટ્રસ્ટને ૧૦૦૦થી વધુ અરજીઓ મળી

અયોધ્યાના ભવ્ય રામ મંદિરના રોજિંદા વહીવટની જવાબદારી સંભાળવા માટેના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO)ના પદ માટે દેશભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ભરતીપ્રક્રિયાની જાહેરાત થયાના ગણતરીના દિવસોમાં જ ૧૦૦૦થી વધુ ઉમેદવારોએ અરજી કરી દીધી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આ પદ માટે લાયક ઉમેદવાર પસંદ કરવા ત્રણ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવી છે. 

national news india uttar pradesh bhartiya janta party bjp ayodhya ram mandir