દિલ્હી: વિરોધમાં પોલીસ પર પેપર સ્પ્રે છાંટ્યું, માઓવાદી પોસ્ટર સાથે નારા લગાવ્યા

24 November, 2025 06:01 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભાજપ નેતા શાહનવાઝ હુસૈને વિરોધીઓની ટીકા કરી અને કહ્યું કે “તેઓ ‘દૂષિત મન’ સાથે આવ્યા હતા અને હિડમાને ટેકો આપતા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેઓએ પ્રદૂષણ સામે વિરોધ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ તેમનો વાસ્તવિક હેતુ અલગ હતો."

ઇન્ડિયા ગેટ ખાતે વિરોધ પ્રદર્શન બન્યું હિંસક (તસવીર: X)

પાટનગર દિલ્હીમાં વધતાં ‘હવા પ્રદૂષણ’ સામે ચાલી રહેયલા વિરોધ પ્રદર્શનમાં નાટકીય વળાંક આવ્યો, જેમાં પ્રદર્શનકારીઓએ પોલીસ કર્મચારીઓ પર પેપર સ્પ્રે છાંટ્યું હોવાનો સાથે માઓવાદી કમાન્ડર માડવી હિડમાના વખાણ કરતા પોસ્ટરો પણ બતાવ્યા અને સુરક્ષા દળો સાથે અથડામણ કરી. આ અંગે 22 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઇન્ડિયા ગેટ નજીક સી-હેક્સાગોન ખાતે યોજાયેલા આ પ્રદર્શને હવે સરકાર અને વિરોધી પક્ષો બન્ને ધ્યાન દોર્યું છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતાઓએ પ્રદર્શનકારીઓ પર ‘અર્બન નક્સલી’ હોવાનો આરોપ લગાવ્યો, જ્યારે આમ આદમી પાર્ટી (આપ) એ પ્રદૂષણ પર ભાજપની આગેવાની હેઠળની દિલ્હી સરકારની ‘નિષ્ક્રિયતા’ પર સવાલ કર્યા. દિલ્લીમાં હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગઈ છે. આ જ સ્થળે 9 નવેમ્બરના રોજ અગાઉ વિરોધ પ્રદર્શનો થયા હતા, જ્યાં નાગરિકોએ NCRમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે કડક કાર્યવાહીની માગ કરી હતી.

માઓવાદી નેતા હિડમાના પોસ્ટરોથી વિવાદ થયો

વિરોધ પ્રદર્શનના દ્રશ્યોમાં ઘણા પ્રદર્શનકારીઓ માઓવાદી કમાન્ડર માડવી હિડમાના પોસ્ટરો પકડીને દેખાયા હતા, જેને તાજેતરમાં એન્કાઉન્ટરમાં મરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, જ્યારે પ્રદર્શનકારીઓએ રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે તેમને દૂર કરવાનો પ્રયાસ કર્યો. તે સમયે કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ અધિકારીઓ પર પેપર સ્પ્રે (મરીના સ્પ્રે)નો ઉપયોગ કર્યો અને તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે જણાવ્યું “સી-હેક્સાગોન ખાતે વિરોધ દરમિયાન, લોકોએ માઓવાદી કમાન્ડર માડવી હિડમાના પોસ્ટર બતાવ્યા હતા. જ્યારે પોલીસે તેમને રસ્તો જામ કરવાથી રોક્યા, ત્યારે તેઓએ અમારા કર્મચારીઓ પર પેપર સ્પ્રે છાંટી દીધું. આ અંગે હવે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.”

હિડમા કોણ હતો?

માડવી હિડમા સીપીઆઈ (માઓવાદી) કેન્દ્રીય સમિતિના સભ્ય અને દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટીના સચિવ હતો. તેની 18 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના મારેડુમિલી જંગલોમાં તેની પત્ની રજ્જે અને ચાર અન્ય માઓવાદીઓ સાથે એન્કાઉન્ટર કરવામાં આવ્યું. સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે કોર્ડન-એન્ડ-સર્ચ ઓપરેશન દરમિયાન માઓવાદીઓએ પહેલા ગોળીબાર કર્યો હતો, જેના કારણે આ એન્કાઉન્ટર થયું હતું. વિરોધ પ્રદર્શનના દ્રશ્યો પર પ્રતિક્રિયા આપતા, છત્તીસગઢના નાયબ મુખ્ય પ્રધાન વિજય શર્માએ કહ્યું કે યુવાન પ્રદર્શનકારીઓ ‘તેઓ શું વાત કરી રહ્યા છે તે જાણતા નહોતા’ અને તેમનો વાસ્તવિક અર્થ સમજ્યા વિના `જનતાના સરકાર` જેવા શબ્દોનો ઉપયોગ કરતા હતા. તેઓ બાળકો છે. તેમને લોકશાહી કેવી રીતે કાર્ય કરે છે અને સરકારો કેવી રીતે કાર્ય કરે છે તે શીખવાની જરૂર છે."

દિલ્હી પોલીસે જે કહ્યું તે થયું

દિલ્હી પોલીસે અહેવાલ આપ્યો કે હવા પ્રદૂષણ વિરોધી પ્રદર્શનને બંધ કરવાનો ઇનકાર કરવા અને રસ્તો અવરોધવા બદલ 15 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓ રસ્તા પર બેઠા હતા, બેરિકેડ તોડી નાખ્યા હતા અને તેમની પાછળ રાહ જોઈ રહેલા એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને પણ રોક્યા હતા.  પોલીસે FIR નોંધી છે અને પોલીસ અધિકારીઓ પર હુમલો, ફરજમાં અવરોધ અને જાહેર માર્ગો અવરોધવા સંબંધિત કલમો લાગુ કરી છે.

ભાજપનું વલણ: ‘વ્યાવસાયિક વિરોધીઓ, શહેરી નક્સલીઓ’

ભાજપ નેતા શાહનવાઝ હુસૈને વિરોધીઓની ટીકા કરી અને કહ્યું કે “તેઓ ‘દૂષિત મન’ સાથે આવ્યા હતા અને હિડમાને ટેકો આપતા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેઓએ પ્રદૂષણ સામે વિરોધ કરવાનો દાવો કર્યો હતો, પરંતુ તેમનો વાસ્તવિક હેતુ અલગ હતો. અમે હંમેશા કહ્યું છે કે શહેરી નક્સલીઓ શહેરોમાં કાર્યરત છે.” ભાજપ સાંસદ પ્રવીણ ખંડેલવાલે એમ પણ કહ્યું “પ્રદૂષણના બહાના હેઠળ, નક્સલીઓ તરફ વલણ ધરાવતા તત્વો લોકશાહી ધોરણોનું ઉલ્લંઘન કરે છે અને પોલીસ અધિકારીઓની આંખોમાં પેપર સ્પ્રે પણ છાંટી દે છે. આ દર્શાવે છે કે તે પૂર્વયોજિત કાવતરું હતું.”

AAPનું વલણ: દિલ્હી સરકાર પ્રદૂષણ દૂર કરવા અસફળ

બીજી તરફ, આપ નેતા પ્રિયંકા કક્કરે દિલ્હી સરકાર (2024 પછી ભાજપની આગેવાની હેઠળ) પર પ્રદૂષણ પર કોઈ કડક પગલાં લેવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો. “આ એક રાષ્ટ્રીય આરોગ્ય કટોકટી છે. કેન્દ્ર સરકાર 10 મહિનાથી દિલ્હીની સત્તામાં છે - શું તેઓએ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે એક પણ પગલું ભર્યું છે? કંઈ જ નથી,” તેમણે કહ્યું. તેમણે NCR રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને પર્યાવરણ મંત્રીઓ સાથે તાત્કાલિક તાત્કાલિક બેઠક બોલાવવાની માગ કરી. "સરકાર લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી કરી રહી છે. તેથી જ જનતા વારંવાર વિરોધ કરી રહી છે," તેમણે ઉમેર્યું.

new delhi naxal attack air pollution india gate delhi news delhi police indian government aam aadmi party bharatiya janata party national news