આ પહેલાં ત્રણ પૉલિટિકલ ફૅમિલીઝ જ જમ્મુ-કાશ્મીર પર રાજ કરતી હતી : અમિત શાહ

05 October, 2022 09:21 AM IST  |  Rajouri | Gujarati Mid-day Correspondent

જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષો પર વરસતાં તેમણે જણાવ્યું હતું કે...

રાજૌરી જિલ્લામાં ગઈ કાલે એક જાહેર રૅલીને સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (તસવીર : પી.ટી.આઇ.)

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે જાહેર કર્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ગુજ્જર, બકેરવાલ અને પહારી સમુદાયોને જસ્ટિસ શર્મા પંચની ભલામણોને અનુરૂપ અનામતના લાભ મળશે.

જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષો પર વરસતાં તેમણે જણાવ્યું હતું કે ‘આ પહેલાં માત્ર ત્રણ પૉલિટિકલ ફૅમિલીઝ જમ્મુ-કાશ્મીર પર રાજ કરતી હતી, પરંતુ હવે પાવર ૩૦,૦૦૦ લોકોની પાસે છે કે જેઓ નિષ્પક્ષ ચૂંટણીઓ દ્વારા પંચાયતો અને નગરપાલિકાઓમાં ચૂંટાઈ આવ્યા છે.’

તેમણે વધુ કહ્યું હતું કે ‘જમ્મુ-કાશ્મીરનો વિકાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રાથમિકતા છે. આ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચાતા તમામ રૂપિયાને કેટલાક લોકો દ્વારા પચાવી પાડવામાં આવતા હતા, પરંતુ હવે તમામ રૂપિયા લોકોના કલ્યાણ માટે ખર્ચાય છે.’ 

national news jammu and kashmir amit shah