28 December, 2024 09:37 PM IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશના પ્રયાગરજમાં મહા કુંભ મેળા (Prayagraj Bridge Tower Collapsed) માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે કરોડો ભક્તો અને લોકો અહીં આવશે જેથી પ્રશાસન તેમની સુરક્ષા અને સગવડ માટે કામ કરી રહ્યું છે. જોકે એવા સમાચાર મળી રહ્યા છે કે પ્રયાગરાજમાં રિંગરોડના નિર્માણ કાર્ય દરમિયાન પુલનો ટાવર ધરાશાયી થતાં તેમાં સાત કામદારો ઘાયલ થયા છે. શનિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ કામદારો મશીન દ્વારા વાયર ખેંચી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ઘાયલ મજૂરોને સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી એક મજૂરની હાલત ગંભીર હોવાથી તેને સ્વરૂપરાણી નેહરુ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
સહસો પાસે રીંગ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેને લઈને નવો ટાવર લગાવીને રેહન્ડમ વાયર ઉંચો કરવામાં આવી રહ્યો છે. શનિવારે (Prayagraj Bridge Tower Collapsed) બપોરે 2 વાગ્યાની આસપાસ કામદારો મશીન દ્વારા વાયર ખેંચી રહ્યા હતા. આ દરમિયાન અચાનક બ્રિજનો ટાવર ધરાશાયી થયો, જેના કારણે સાત કામદારો ઘાયલ થયા. ગામલોકો બધાને હૉસ્પિટલ લઈ ગયા, જ્યાં બેની ગંભીર હાલત જોઈને તેમને સ્વરૂપરાણી નેહરુ હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા.
રીંગરોડના નિર્માણ કાર્યને (Prayagraj Bridge Tower Collapsed) કારણે જૂના ટાવર દૂર કરી નવા ટાવર નિર્માણ કરવામાં આવી રહ્યા છે. નવા ટાવર લગાવીને રેહન્ડમના વાયર પણ ઉંચા કરવામાં આવી રહ્યા છે. શનિવારે બપોરે 2 વાગ્યાના સુમારે કામદારો બ્રિજના ટાવર પર મશીન વડે વાયર ખેંચી રહ્યા હતા. આ દરમિયાન ટાવર ધરાશાયી થયો હતો. ત્યાં હાજર અન્ય મજૂરો તેમજ રાહદારીઓ અને આસપાસ રહેતા લોકોમાં હોબાળો મચી ગયો હતો.
ઘટના બાદ લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા અને ઘણી જહેમત બાદ ટાવર નીચે દટાયેલા કામદારોને બહાર કાઢ્યા. જેમાં પશ્ચિમ બંગાળના (Prayagraj Bridge Tower Collapsed) માલદા ટાઉન જિલ્લાના રહેવાસી ભંડુનો પુત્ર આમિર, ઇડુવાનો પુત્ર કાસિમ, સત્તારનો પુત્ર અનિરુધ સિંહ, શેખ અખ્તરનો પુત્ર અબ્દુલ, ભદ્દુ શેખનો પુત્ર પુતુલ શેખ, સલીમ અને છોટનનો સમાવેશ થાય છે. બધાને સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સલીમ અને આમિરની ગંભીર હાલત જોઈને ડૉક્ટરોએ તેમને SRN હૉસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સ્થળ પર કામ કરી રહેલા અન્ય મજૂરોએ જણાવ્યું હતું કે મશીન દ્વારા વાયરને બન્ને બાજુથી ખેંચવામાં આવી રહી હતી તે વખતે કેટલાક કામદારો ટાવરની નીચે કામ કરી રહ્યા હતા. ટાવર ધરાશાયી થતાં નીચે કામ કરતા મજૂરો ફસાઈ ગયા હતા. સલીમનો પગ કચડાઈ ગયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. આમિરને હાથ અને પગમાં પણ ગંભીર ઈજાઓ છે. આ સાથે હવે રેસક્યું મુશન પણ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.