04 January, 2026 07:45 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડિયા પર એવો મેસેજ ફરી રહ્યો છે કે ૫૦૦ રૂપિયાની નોટ માર્ચ મહિનાથી બંધ થવાની છે. આ મેસેજને સાચો માનીને લોકો પોતાના મિત્રો અને સંબંધીઓને પણ ફૉર્વર્ડ કરવા માંડ્યા હતા. જોકે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ એની સત્યતા તપાસી ત્યારે જણાઈ આવ્યું કે એ મેસેજ ખોટો છે; ૫૦૦ રૂપિયાની નોટ બંધ થવાની નથી, એ ચાલુ જ રહેશે.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ એની પોસ્ટમાં કહ્યું હતું કે ‘કેટલાંક સોશ્યલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો છે કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા માર્ચ ૨૦૨૬થી ૫૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાની છે. અમે એની સત્યતા તપાસી ત્યારે ખબર પડી કે એ દાવો ખોટો છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આવી કોઈ જાહેરાત કરી નથી. ૫૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી નહીં હટાવાય, એ ચાલુ જ રહેશે એટલે ખોટી માહિતીને સાચી ન માની લો અને આવા જો કોઈ ન્યુઝ હોય તો એને ફૉર્વર્ડ કરતાં પહેલાં સત્તાવાર રીતે ચકાસી જુઓ. આવો કોઈ પણ નિર્ણય રિઝર્વ બૅન્ક દ્વારા લેવામાં આવ્યો નથી.’