વડાપ્રધાન મોદી આજે G7 શિખર સંમેલનમાં કરશે સંબોધન

12 June, 2021 01:00 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

બ્રિટનના કોર્નવાલમાં ચાલી રહેલા G7 સમિટમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલી સંબોધન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

બ્રિટનના કોર્નવાલમાં ચાલી રહેલા G7 સમિટમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલી હાજરી આપશે. આ સંમેલનમાં પીએમ ભાષણ આપશે. આ બીજી બાર છે જ્યારે વડાપ્રધાન મોદી આ સંમેલનમાં ભાગ લઈ રહ્યાં છે. આ પહેલા વડાપ્રધાને વર્ષ 2019માં સામેલ થયા હતાં. 

કોરોના વાઈરસને કારણે વડાપ્રધાન મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા યુકે જશે નહી અને વર્ચુઅલી ભાગ લેશે. આ સિખર સંમેલનમાં અનેક દિગ્ગજ નેતાઓ ભાગ લેશે અને મહત્વના મુદ્દા પર ચર્ચા વિચારણા કરશે.  હાલની સ્થિતિને ધ્યાને રાખી સમિટમાં કોરોના વાઈરસને મ્હાત આપવા અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા જેવા મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

G7 સમિટમાં જાપાન, યુકે, ફ્રાન્સ, કેનેડા, જર્મની, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, યુ.એસ. ભારત, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકાને સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. બ્રિટનના વડાપ્રધાન જોહ્ન્સને કહ્યું હતું કે, મને આશા છે કે G7 શિખર સંમેલનમાં સાથી નેતાઓ સંકલ્પ વ્યક્ત કરશે કે આવતા વર્ષના અંત સુધીમાં આખી દુનિયાને રસી આપવામાં આવે.
 

 

narendra modi national news new delhi