03 December, 2025 08:36 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સેવા તીર્થ
કેન્દ્ર સરકારે પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO)નું નામ બદલીને હવે સેવા તીર્થ કરી દીધું છે. સરકારનો આ નિર્ણય પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસના કામ કરતા લોકોનો અભિગમ અને તેમની સેવા પ્રત્યેનું સમર્પણ દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ હવે સાઉથ બ્લૉકમાંથી નીકળીને સેવા તીર્થ નામના કૉમ્પ્લેક્સમાં શિફ્ટ થઈ જશે. દાયકાઓ પછી આ બદલાવ થઈ રહ્યો છે. નવી PMO સેવા તીર્થ-૧ કૉમ્પ્લેક્સમાં ખસેડવામાં આવશે જે એક્ઝિક્યુટિવ ઍન્ક્લેવ-૧માં બનેલાં ૩ નવાં હાઈ-ટેક બિલ્ડિંગોમાંનું એક છે.
‘સેવા તીર્થ-૨’માં કૅબિનેટ સેક્રેટરીઓની ઑફિસ અને ‘સેવા તીર્થ-૩’માં નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA)ની ઑફિસ ઑલરેડી શિફ્ટ થઈ ગઈ છે. હવે PMO સાઉથ બ્લૉકથી હાઈ ટેક
‘સેવા તીર્થ-૧’માં આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે એટલે સરકારી કામો પણ ઝડપથી આગળ વધશે.