05 January, 2026 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેહાન, અવીવા બેગ
પ્રિયંકા ગાંધી વાડ્રાના દીકરા રેહાને તાજેતરમાં જ રણથંભોરમાં ગર્લફ્રેન્ડ અવીવા બેગ સાથે સગાઈ કરી. આ સગાઈ થઈ રહી હતી ત્યારે એવા સમાચાર આવ્યા હતા કે તેઓ ૭ વર્ષથી રિલેશનશિપમાં છે, પણ સગાઈ થયા પછી રેહાનની મમ્મી પ્રિયંકાએ એક નવું જ સીક્રેટ જાહેર કર્યું. પ્રિયંકાએ બન્નેનો સગાઈના દિવસનો અને બાળપણનો ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું, ‘તમે ત્રણ વર્ષનાં હતાં ત્યારથી જેવાં બેસ્ટ ફ્રેન્ડ્સ છો એવાં હંમેશાં રહો તથા હંમેશાં એકમેકને પ્રેમ કરતાં રહો અને આદર આપતાં રહો.’ રેહાન અને અવીવા બન્ને ૨૫ વર્ષનાં છે અને ફોટોગ્રાફર છે.