આસામમાં દિવ્યાંગને જીવતો સળગાવી દેવામાં આવ્યા બાદ વિરોધ-પ્રદર્શનો શરૂ

25 December, 2025 01:06 PM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

ખેરોનીમાં આગ લગાડવામાં આવેલા ઘરમાંથી ૨૫ વર્ષના દિવ્યાંગ યુવાન સુરેશ ડેનો સળગેલો મૃતદેહ મળ્યા બાદ આ આંદોલન શરૂ થયું હતું.

આસામમાં વિરોધ-પ્રદર્શન પછી વેરવિખેર બસ્તી.

આસામના વેસ્ટ કાર્બી ઑન્ગલૉન્ગ જિલ્લામાં હિંસા દરમિયાન શારીરિક રીતે અક્ષમ યુવાનની હત્યા બાદ ગઈ કાલે આસામમાં વિરોધ-પ્રદર્શનનો માહોલ ફાટી નીકળ્યો હતો. હિન્દીભાષી સભ્યો મોટી સંખ્યામાં બંગાળી સમુદાયના લોકો સાથે જોડાયા હતા, જેમણે રસ્તાઓ બ્લૉક કર્યા હતા અને ન્યાયની માગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેરોનીમાં આગ લગાડવામાં આવેલા ઘરમાંથી ૨૫ વર્ષના દિવ્યાંગ યુવાન સુરેશ ડેનો સળગેલો મૃતદેહ મળ્યા બાદ આ આંદોલન શરૂ થયું હતું.

સમગ્ર પ્રદેશમાં તનાવ હજી પણ છે, બંગાળી સમુદાયના સુરેશ ડેના ઘરને ટોળા દ્વારા આગ લગાવતાં પહેલાં તેમને તેમના જ ઘરમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. 

national news india assam Crime News