અમેરિકન FBIની તપાસ પછી પંજાબના પોલીસ-ઑફિસરની ધરપકડ

19 July, 2026 09:39 AM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

NRI પરિવાર પાસે ૪ કરોડ રૂપિયા માગવાનો આરોપ, ગૅન્ગસ્ટરો સાથે સાઠગાંઠ

ગુરિન્દરજિત

વિશ્વભરમાં સંગઠિત ગુનાઓ સામેની આંતરરાષ્ટ્રીય કાર્યવાહી હેઠળ અમેરિકાના ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ઑપરેશન હાર્ડ બૉલમાં નામ આવ્યા બાદ પંજાબ પોલીસના હોશિયારપુરના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) ઇન્સ્પેક્ટર ગુરિન્દરજિત સિંહ નાગરાની ધરપકડ કરવામાં આવી છે. ઇન્સ્પેક્ટર ગુરિન્દરજિત સિંહ નાગરા પર અમેરિકા સ્થિત એક નૉન-રેસિડન્ટ ઇન્ડિયન (NRI) પરિવાર પાસેથી હત્યાના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને ૪ કરોડ રૂપિયાની માગણી કરવાનો આરોપ છે. પંજાબના આ પોલીસ-ઑફિસરના લૉરેન્સ બિશ્નોઈ અને જગ્ગુ ભગવાનપુરિયાની ગૅન્ગ સાથે પણ સંબંધ હોવાનો આરોપ FBIએ લગાવ્યો છે.

FBIના ઓપરેશન હાર્ડ બૉલે ભારત, અમેરિકા, કૅનેડા અને યુરોપમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુના સિન્ડિકેટને નિશાન બનાવી છે. અમેરિકાના અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે તપાસમાં ગૅન્ગસ્ટરો અને ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ વચ્ચે ખંડણીની કામગીરીમાં સંકલનનો પર્દાફાશ થયો છે. 

national news india punjab indian government Crime News