Raghav Chadhaને મોટો ઝટકો! દિલ્હી HCએ ફગાવી દીધી અરજી- જાણો શું છે મામલો

01 July, 2026 01:39 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હી હાઈકોર્ટે Raghav Chadhaના વ્યક્તિગત અધિકારોના રક્ષણના આધારે તેમની સાથે જોડાયેલી તમામ સામગ્રી હટાવવાની માગ ફગાવી દીધી છે. કોર્ટે છેડછાડ કરાયેલા પાંચ દસ્તાવેજોને હટાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું બાકીની સામગ્રીમાં માનહાનિ જેવુ કંઇ નથી.

રાઘવ ચઢ્ઢા અને દિલ્હી હાઇકોર્ટની ફાઇલ તસવીર

ભાજપના સાંસદ રાઘવ ચઢ્ઢાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી કે તેમના વ્યક્તિગત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. અને તે પ્રકારનું જેટલું પણ કન્ટેન્ટ છે તે દૂર કરવામાં આવે. પરંતુ રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો લાગ્યો છે. કેમકે દિલ્હી હાઈકોર્ટે રાઘવ ચઢ્ઢાના (Raghav Chadha) વ્યક્તિગત અધિકારોના રક્ષણના આધારે તેમની સાથે જોડાયેલી તમામ સામગ્રી હટાવવાની માગ ફગાવી દીધી છે. 

દિલ્હી હાઇકોર્ટે રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ની તમામ સામગ્રી હટાવવાની માગને ફગાવી દીધી છે. આ માગ તેમણે વ્યક્તિગત અધિકારોના રક્ષણના આધારે કરી હતી. જોકે, કોર્ટે છેડછાડ કરાયેલા પાંચ દસ્તાવેજોને હટાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું બાકીની સામગ્રી માનહાનિ જેવું કશું નથી. તેથી તમામ સામગ્રી હટાવવા માટે કોઇ વચગાળાનો આદેશ આપવામાં નથી આવ્યો. 21 મેના રોજ આ મામલે વચગાળાની અરજી પર સુનાવણી થઈ હતી. તે સમયે કોર્ટે જણાવ્યું હતું કે આ સામગ્રીથી રાઘવ ચઢ્ઢાના વ્યક્તિગત અધિકારો પર કોઈ અસર થતી નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ મામલો વ્યક્તિગત હુમલા કરતાં વધુ રાજકીય ટીકા જેવો લાગે છે.

કોર્ટે શું આદેશ આપ્યો?

દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે મોટાભાગની સામગ્રીમાં માનહાનિ થાય એવું કઈ નથી. જોકે જે પાંચ દસ્તાવેજો સાથે છેડછાડ કરવામાં આવી હતી, તેને હટાવવાનો કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે તમામ સામગ્રી હટાવવા માટે કોઇ વચગાળાનો આદેશ આપવામાં આવશે નહીં. સાથે જ વ્યક્તિગત અધિકારોના નામે આખી સામગ્રી દૂર કરવાની માગને પણ કોર્ટે સ્વીકારી નથી.  

માત્ર પાંચ ડોક્યુમેન્ટ્સ હટાવાશે

ટૂંકમાં, કોર્ટે રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)ની તમામ સામગ્રી હટાવવાની માંગ સ્વીકારી નથી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે દરેક સામગ્રી હટાવવાની જરૂર નથી. માત્ર છેડછાડ કરાયેલા 5 દસ્તાવેજો હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયમાં કોર્ટે વ્યક્તિગત અધિકારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.

અગાઉ આ જાણીતી હસ્તીઓના વ્યક્તિગત અધિકારોને રક્ષણ કરતાં આદેશ આપ્યા છે કોર્ટે

આ પહેલાં પણ દિલ્હી હાઈકોર્ટે અનેક જાણીતી હસ્તીઓના વ્યક્તિગત અધિકારોનું રક્ષણ કરતા મહત્વના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું હતું કે તેમની મંજૂરી વગર તેમના નામ, તસવીર, અવાજ અથવા તેમની ઓળખ સાથે જોડાયેલી કોઈપણ સામગ્રીનો ઉપયોગ કરી શકાય નહીં. આ યાદીમાં કોંગ્રેસના નેતા શશિ થરૂર, અભિનેતા અર્જુન કપૂર, અલ્લુ અર્જુન, કથાકાર અનિરુદ્ધાચાર્ય અને અભિનેતા મોહનલાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, આચાર્ય બાલકૃષ્ણ, અભિનેત્રી સોનાક્ષી સિંહા અને બાબા રામદેવને પણ આ રક્ષણ મળ્યું છે. અભિનેત્રી કાજોલ, અભિનેતા વિવેક ઓબેરોય, આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ અને પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર પણ આ યાદીમાં સામેલ છે. સાથે જ સલમાન ખાન, અજય દેવગણ, જયા બચ્ચન, પત્રકાર સુધીર ચૌધરી, શ્રી શ્રી રવિશંકર, નાગાર્જુન, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને ફિલ્મ નિર્માતા કરણ જોહરને પણ હાઈકોર્ટે આ પ્રકારનું રક્ષણ આપ્યું છે.

delhi high court raghav chadha bhartiya janta party bjp political news national news delhi social media