11 December, 2024 02:52 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
કૉંગ્રેસ અને રાહુલ ગાંધીનું વિરોધ આજે પણ શરૂ રહ્યું (તસવીર: એજન્સી)
લોકસભાનું સત્ર શરૂ થઈ ગયું છે. આ સંસદ સત્રમાં દેશમાં ચાલી રહેલા અનેક મુદ્દાઓ અને વિવાદને લઈને વિપક્ષ કૉંગ્રેસ (Rahul Gandhi gives tricolour and Rose to Rajnath Singh) દ્વારા જોરદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કૉંગ્રેસના મુખ્ય નેતાઓ સંસદ ભવનની બહાર જ જોરદાર વિરોધ કરી રહ્યા છે. હાલમાં કૉંગ્રેસ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક નવા અંદાજમાં વિરોધ કરતાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીના આ વિરોધ પ્રદર્શને હવે દરેકનું ધ્યાન ખેંચ્યું છે.
કૉંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi gives tricolour and Rose to Rajnath Singh) પોતાનો વિરોધ વ્યક્ત કરવા સંસદ ભવનમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહને ગુલાબના ફૂલ અને ત્રિરંગો ધ્વજ આપ્યો હતો. રાજનાથ સિંહ સંસદમાં જવા માટે તેમની કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ રાહુલ ગાંધી અને અન્ય કૉંગ્રેસના નેતાઓ તેમની પાસે આવ્યા અને તેમને ગુલાબના ફૂલ અને ત્રિરંગો આપ્યો હતો.
આ ઘટના સંસદની બહાર વિપક્ષના વિરોધ દરમિયાન બની હતી, જેમાં કેન્દ્ર સરકાર પર અમેરિકામાં અદાણી (Rahul Gandhi gives tricolour and Rose to Rajnath Singh) સામેના લાંચના આરોપો પર ચર્ચા ટાળવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કૉંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે અમે સંસદમાં સત્તાધારી પક્ષના સાંસદોને ત્રિરંગો અને ગુલાબ આપીને ગાંધીના માર્ગ પર ચાલી રહ્યા છીએ અને તેમને અદાણીને દેશ વેચવા નહીં દેવાની અપીલ કરી છે સંસદનું કામકાજ ચાલવા દો, વિપક્ષ સતત રાહુલ ગાંધીના નેતૃત્વમાં ગૃહ ચલાવવા અને અદાણીની લૂંટ અંગે ચર્ચા કરવા અપીલ કરી રહ્યું છે, પરંતુ સરકાર અદાણીને બચાવવાના તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.
20 નવેમ્બરે સત્રની શરૂઆત થઈ ત્યારથી જ બન્ને ગૃહોમાં આ મુદ્દા પર સતત હોબાળો થઈ રહ્યો છે. 20 નવેમ્બરે સત્રની શરૂઆત થઈ ત્યારથી જ બન્ને ગૃહોમાં ઘણા મુદ્દાઓ પર સતત હોબાળો થઈ રહ્યો છે. જ્યારે કૉંગ્રેસે અદાણી મુદ્દે ચર્ચાની માગણી કરી હતી, ત્યારે ભાજપે આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી (Rahul Gandhi gives tricolour and Rose to Rajnath Singh) અને કૉંગ્રેસ અબજોપતિ પરોપકારી જ્યોર્જ સોરોસ સાથેના સંબંધો ધરાવે છે, જેમણે સોરોસ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી સંસ્થા સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો, જે કથિત રીતે કાશ્મીરને ભારતથી અલગ કરવાનો વિચારને સમર્થન આપે છે.
મંગળવારે (10 ડિસેમ્બર), વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લૉક (Rahul Gandhi gives tricolour and Rose to Rajnath Singh) પાર્ટીઓએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને હટાવવા માટે રાજ્યસભામાં ઠરાવ લાવવા માટે નોટિસ આપી હતી. તેઓએ તેમના પર ઉપલા ગૃહના અધ્યક્ષ તરીકે "પક્ષપાતી" વર્તનનો આરોપ મૂક્યો. જો દરખાસ્ત રજૂ કરવામાં આવે છે, તો તેને પસાર કરવા માટે આ પક્ષોને સાદી બહુમતીની જરૂર પડશે. જોકે, 243 સભ્યોના ગૃહમાં તેમની પાસે જરૂરી સંખ્યા નથી. તેમ છતાં, વિપક્ષી સભ્યોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સંસદીય લોકશાહી માટે લડવું તે એક મજબૂત સંદેશ છે.