13 October, 2026 02:43 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધી.
આ મુદ્દે રાહુલ ગાંધીએ જ્ઞાનેશ કુમારને સંબોધીને વધુમાં કહ્યું હતું કે ‘તમે ભૂલ કરી છે અને સાચું કહું તો તમે મુખ્ય ગુનેગાર નથી. આ ભૂલ પાછળનું મગજ તમારું નથી. તમે જે કર્યું એની પાછળ જે લોકો છે અમે તેમની પાછળ છીએ.’
કહ્યું કે આ શિવની બારાત છે, એમાં બધા જોડાઈ શકે છે
અમને એવા અહેવાલો મળી રહ્યા છે કે પોલીસ-કર્મચારીઓ નારાજ છે કારણ કે તેમને યુવાનોને માર મારવાનો આદેશ આપવામાં આવી રહ્યો છે, જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યોને છૂટ આપવામાં આવી રહી છે. - રાહુલ ગાંધી
ઇન્ડિયા ગઠબંધનની સુપ્રીમ કોર્ટ તરફની કૂચ પહેલાં પ્રેસ-કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘આ શિવજીની બારાત છે, કોઈ પણ આવી શકે છે, અમે કોઈને રોકીશું નહીં. આ તાંડવ છે, આ શિવનું તાંડવ છે, એમાં કોઈ પ્લાનિંગ હોતું નથી.’
રાહુલ ગાંધીના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ વળતો જવાબ આપ્યો હતો. કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને અન્ય BJP નેતાઓએ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીને ભગવાન શિવજી સાથે કોઈ લેવાદેવા નથી અને તેઓ રાજકીય લાભ માટે હિન્દુ પરંપરાઓનો ઉપયોગ કરી રહ્યા છે; આ કોઈ શિવજીની બારાત નથી, પરંતુ અરાજકતા ફેલાવવા માગતા લોકોનો મેળાવડો છે.