23 August, 2026 08:05 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ
રામ મંદિરમાં થયેલી દાનચોરીના કેસમાં વકીલોએ ફરીથી શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી ચંપત રાય, ટ્રસ્ટના ભૂતપૂર્વ સભ્ય અનિલ મિશ્રા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પદાધિકારી ગોપાલ રાવ વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની માગણી કરી છે. ફૈઝાબાદ બાર અસોસિએશને જણાવ્યું હતું કે આ ત્રણની સામે FIR નોંધવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે.
આ સંદર્ભમાં અસોસિએશનના અધ્યક્ષ કાલિકા પ્રસાદ મિશ્રાએ જણાવ્યું હતું કે ‘સરકાર અને પ્રશાસન આરોપીઓને નિર્દોષ જણાવી રહ્યાં છે, પણ રામ મંદિર દાનચોરી કરનારાઓને સંરક્ષણ આપી રહ્યું છે. અમારા અસોસિએશનની
ફરિયાદ પર FIR નોંધવામાં આવ્યો નથી. એમાં અમે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને આરોપી ગણાવ્યા છે. અમારા અસોસિએશનના સભ્યો આરોપીઓ વતી કેસ પણ લડવાના નથી.’