✕

રામ મંદિરના પ્રસાદને FSSAI તરફથી મળ્યું ખાસ સર્ટિફિકેટ બે વર્ષ સુધી રહેશે માન્ય

12 October, 2026 01:08 PM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

આ સર્ટિફિકેટ ૨૦૨૬ની ૧૧ ઑક્ટોબરથી ૨૦૨૮ની ૧૦ ઑક્ટોબર (બે વર્ષ માટે) સુધી માન્ય રહેશે.

રામ મંદિર

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા પ્રતિષ્ઠિત ‘ઇટ રાઇટ પ્લેસ ઑફ વર્શિપ’ પ્રોજેક્ટ અંતર્ગત બ્લિસફુલ હાઇજીનિક ઑફરિંગ ટુ ગૉડ (BHOG) સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ મંદિરમાં પીરસવામાં આવતા પ્રસાદ અને ભોજન માટે સ્વચ્છતા, ગુણવત્તા અને ખાદ્ય-સુરક્ષાનાં ધોરણોના પાલનને માન્યતા આપે છે. મંદિરના પરિસરમાં તૈયાર અને વિતરણ કરાયેલા પ્રસાદની ગુણવત્તા, શુદ્ધતા અને સ્વચ્છતાના સખત ઑડિટ પછી આ માન્યતા આપવામાં આવી હતી. રામ મંદિર ઉપરાંત અયોધ્યામાં પાંચ અન્ય મુખ્ય ધાર્મિક સ્થળોને પણ આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. એમાં હનુમાનગઢી, કનક ભવન, જૈન મંદિર અને મા દેવકાલી મંદિરનો સમાવેશ થાય છે. આ સર્ટિફિકેટ ૨૦૨૬ની ૧૧ ઑક્ટોબરથી ૨૦૨૮ની ૧૦ ઑક્ટોબર (બે વર્ષ માટે) સુધી માન્ય રહેશે.

નરેન્દ્ર મોદીએ પહેલા નોરતે ચેન્નઈમાં શિવમંદિરની પૂજા કરીને ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લૉન્ચ કર્યા 

ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચેન્નઈના પ્રસિદ્ધ જલકંઠેશ્વર મંદિરનાં દર્શને ગયા હતા. અહીં પૂજાપાઠ કરીને તેમણે તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની સાથે ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો.

national news india ram mandir ayodhya