આજે અયોધ્યા જવું હોય તો વન-વે ફ્લાઇટના ચૂકવવા પડશે ૨૧,૦૦૦ રૂપિયા

17 April, 2024 07:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈથી રોજ ઇન્ડિગો અને સ્પાઇસજેટની બે ફ્લાઇટ ઊપડે છે. એક અઠવાડિયાની કુલ ૧૪ ફ્લાઇટ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

રામનવમીએ રામલલાનાં દર્શન કરવા માટે મુંબઈથી અયોધ્યા જવા માટેની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગઈ કાલે ફ્લાઇટના ભાવ વન-વેના ૨૧,૦૦૦ રૂપિયા હતા. આજના આ ભાવ પણ ૧૮,૦૦૦થી ૨૧,૦૦૦ રૂપિયા છે. ૨૧ એપ્રિલ સુધીની ટિકિટો ૯૮૦૦થી ૧૦,૫૦૦ રૂપિયામાં મળી રહી છે. જોકે અયોધ્યાથી રિટર્ન જર્નીની ટિકિટનો ભાવ સાડાપાંચ હજારની આસપાસ ચાલી રહ્યો છે. સામાન્ય દિવસોમાં આ ભાવ ૫૦૦૦ રૂપિયા જેટલો હોય છે. મુંબઈથી રોજ ઇન્ડિગો અને સ્પાઇસજેટની બે ફ્લાઇટ ઊપડે છે. એક અઠવાડિયાની કુલ ૧૪ ફ્લાઇટ છે.

national news ram navami festivals ayodhya ram mandir indigo