17 June, 2025 06:47 AM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : હિન્દી મિડ-ડે
Rapido driver slaps woman: બૅંગ્લુરુના જયનગરમાં એક રેપિડો બાઈક ટેક્સી ડ્રાઈવરનો એક મહિલા યાત્રી સાથે મારપીટનો વીડિયો સામે આવ્યો છે. અંગ્રેજી બોલતી મહિલા અને કન્નડ ભાષી ડ્રાઈવર વચ્ચે વિવાદ થયો જેના પછી ડ્રાઈવરે મહિલાને લાફા માર્યા. પોલીસે કેસ દાખલ કરી લીધો છે પણ મહિલાએ FIR નોંધાવવા માગતી નથી.
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રેપિડો ડ્રાઈવર સુહાસે એક મહિલાને થપ્પડ મારવાનો વીડિયો વાયરલ થયા બાદ, હવે તેણે ખુલાસો આપ્યો છે. ડ્રાઈવર કહે છે કે મહિલાએ પહેલા તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેના પર હુમલો કર્યો. ત્યારબાદ તેણે સ્વબચાવમાં પ્રતિક્રિયા આપી.
રેપિડો ડ્રાઈવર સુહાસે શું કહ્યું?
રેપિડો ડ્રાઈવર સુહાસે કહ્યું કે જે દિવસે આ આખી ઘટના બની, તે દિવસે તેણે સવારે 9 વાગ્યે મહિલાને તેના સ્થાનેથી ઉપાડી લીધી. અમે થોડા આગળ વધતાં જ તે ઉતાવળમાં કહી રહી હતી કે તેને ક્યાં જવું છે. હું તેને જયનગરથી એક નાના રસ્તે લઈ જઈ રહ્યો હતો. જેથી તેને ઑફિસ માટે મોડું ન થાય.
બૅંગ્લુરુના જયાનગરથી રેપિડો બાઈક ટેક્સી ડ્રાઈવર (Rapido Driver Slaps Woman)ની ગુંડાગીરીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ડ્રાઈવર એક મહિલા યાત્રી પર હાથ ઉગામતો અને તેને લાફા મારતો પણ જોવા મળી રહ્યો છે. માહિતી પ્રમાણે, મહિલા જે એક જ્વેલરી શૉપમાં કામ કરે છે, તેણે બેદરકારીથી બાઈક ચલાવવવાને કારમે ડ્રાઈવર પાસે બાઇક રોકાવડાવી અને ઉતરીને ઝગડા કરવા માંડી.
ડ્રાઈવરે માર્યા લાફા, જમીન પર પડી મહિલા
જોતજોતામાં બન્ને વચ્ચે ઝગડો વધી ગયો. મહિલા યાત્રી ફક્ત અંગ્રેજી બોલી રહી તી, જ્યારે ડ્રાઈવર માત્ર કન્નડ બોલી રહ્યો હતો. સ્થિતિ ત્યારે વધુ બગડી ગઈ, જ્યારે મહિલાએ કહેવાતી રીતે ભાડું આપવા અને હેલમેટ પાછું આપવાની ના પાડી દીધી. ત્યાર બાદ ડ્રાઈવરે તેને લાફા મારી દીધા, જેથી તે જમીન પર પડી ગઈ.
કોઈએ પણ ન કર્યો બચાવવાનો પ્રયાસ
વીડિયોમાં બન્ને પહેલાથી ઝગડતા જોવા મળ્યા અને ત્યાં ઊભેલા લોકો વચ્ચે પડતાં હોય છે. ત્યાર બાદ ડ્રાઈવરે મહિલાને લાફો મારી દીધો, ત્યારે પણ કોઈએ તેને રોકવાનો પ્રયાસ સુદ્ધાં ન કર્યો.
મહિલાએ FIR નોંધાવવાની પાડી ના
એક ન્યૂઝ એજન્સીના રિપૉર્ટ પ્રમાણે, પોલીસે જણાવ્યું કે તેમણે મહિલાને એફઆઈઆર નોંધાવવાનો આગ્રહ કર્યો, પણ તે આ ઘટનાને આગળ લંબાવવા માગતી નહોતી. પોલીસે નામ નોંધ્યા વગર જ રિપૉર્ટ દાખલ કરી લીધો છે.
બાઇક ટેક્સી પર કૉર્ટે મૂકી દીધું છે સ્ટે
જો કે, એપ્રિલમાં ઉચ્ચ ન્યાયાલય દ્વારા સરકારને બેચાકી ટેક્સીઓ પર સ્ટે મૂકવાના નિર્દેશ આપ્યા બાદ હવે કર્ણાટકના રસ્તાઓ પર બાઈક ટેક્સીઓ જોવા નહીં મળે. રાજ્ય સરકારે ત્યારે તર્ક આપ્યો હતો કે બાઈક ટેક્સીઓને વાણિજ્યિક વાહન તરીકે ચાલાવવામાં આવી શકે નહીં.