દશેરા પહેલાં પ્રયાગરાજમાં નીકળી રાવણ કી બારાત

19 September, 2025 10:25 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રાવણની પૂજા થાય છે.

રાવણ હાથી પર ચાંદીના સિંહાસન પર બેસીને નગરભ્રમણ કરે છે.

ભલે રાવણને રાક્ષસ અને બૂરાઈનું પ્રતીક માનવામાં આવતો હોય, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રાવણની પૂજા થાય છે. ભારદ્વાજ મુનિના આદેશથી ભગવાન રામે રાવણને વરદાન આપ્યું હતું કે કળિયુગમાં પ્રયાગરાજમાં ગંગાતટે તારી પૂજા થશે. દશેરાના દિવસે રાવણની અંદરના રાક્ષસી ગુણોનું દહન કરવામાં આવે છે, પરંતુ એ પહેલાં પ્રયાગરાજમાં મહારાજા રાવણને હાથી પર બેસાડીને તેમને નગરભ્રમણ કરાવવામાં આવે છે. આ પ્રસંગ ખાસ કરીને રાવણની વિદ્વત્તાને પૂજવા માટે મનાવાય છે.

મહારાજા રાવણની આ નગરયાત્રાને ભક્તોએ રાવણ કી બારાત નામ આપ્યું છે. એમાં રાવણ હાથી પર ચાંદીના સિંહાસન પર બેસીને નગરભ્રમણ કરે છે. રાવણની પત્ની મંદોદરી પણ અલગ રથમાં સવારી કરે છે. 

national news india prayagraj dussehra culture news hinduism festivals