07 October, 2026 05:17 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
સીમાપુરી વિસ્તારમાં એક ઈમારતનો આગળનો ભાગ ધરાશાયી (તસવીર: X)
બુધવારે બપોરે ઉત્તર-પૂર્વ દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં એક ઈમારતનો આગળનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટના બાદ કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે.
દિલ્હી ફાયર સર્વિસ (DFS) ને બપોરે લગભગ ૩:૩૦ વાગ્યે ઈમારત ધરાશાયી થયાની માહિતી મળી હતી. કૉલ મળતાની સાથે જ અકસ્માત સ્થળે તાત્કાલિક ફાયર ટૅન્ડરો રવાના કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને શોધ તથા બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પરિસ્થિતિ અંગે માહિતી આપતા ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "શોધ અને બચાવ કામગીરી ચાલુ છે." અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે કાટમાળની અંદર લોકો ફસાયા હોવાની શક્યતા છે અને તેમને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટના અંગેની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે...