તામિલનાડુ વિધાનસભામાં સીમાંકન બિલના વિરોધમાં પ્રસ્તાવ : મુખ્ય પ્રધાન વિજયે રાખી ૩ શરતો

13 August, 2026 09:39 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

લોકસભાની હાલની ૫૪૩ બેઠકોની સંખ્યા કાયમી ધોરણે જાળવી રાખવી અને અેમાં વધારો ન થવા દેવો

મુખ્ય પ્રધાન વિજય

તામિલનાડુ વિધાનસભાએ ગઈ કાલે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં કેન્દ્ર સરકારને લોકસભાની બેઠકોની સંખ્યા હાલની ૫૪૩ પર સ્થિર કરવા અને બેઠકોના આંતરરાજ્ય વિતરણના વર્તમાન પ્રમાણને જાળવી રાખવા વિનંતી કરવામાં આવી હતી. વિધાનસભામાં ચર્ચા દરમ્યાન મુખ્ય પ્રધાન વિજયે મહિલાઓ માટે અનામતનું જોરદાર સમર્થન કરીને માગણી કરી હતી કે લોકસભામાં હાલની ૫૪૩ બેઠકોની અંદર આ અનામત લાગુ કરવામાં આવે. મુખ્ય પ્રધાને ડર વ્યક્ત કર્યો હતો કે ‘જો વસ્તીના આધારે સીમાંકન કરવામાં આવે તો તામિલનાડુ સહિત ભારતમાં દક્ષિણ રાજ્યોના પ્રતિનિધિત્વ પર અસર પડી શકે છે. દક્ષિણ ભારતીય રાજ્યોએ વસ્તી નિયંત્રણનાં પગલાં સફળતાપૂર્વક અમલમાં મૂક્યાં છે. હવે કેન્દ્ર સરકારની ફરજ છે કે તેઓ તેમનાં હિતોનું રક્ષણ કરે.’

વિજયની ૩ મુખ્ય માગણીઓ
(૧) લોકસભાની હાલની ૫૪૩ બેઠકોની સંખ્યા કાયમી ધોરણે જાળવી રાખવી અને અેમાં વધારો ન થવા દેવો. (૨) દરેક રાજ્યને હાલમાં ફાળવવામાં આવેલી લોકસભા બેઠકોના ક્વોટાને કાયમી ધોરણે સુરક્ષિત કરવો. (૩) રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત સુનિશ્ચિત કરવી

national news india tamil nadu political news indian politics