Epigamiaના કૉ-ફાઉન્ડર Rohan Mirchandaniનું 42 વર્ષની વયે નિધન, હાર્ટ અટેકથી મોત

22 December, 2024 05:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Rohan Mirchandani Passes Away: રોહન મીરચંદાનીએ વર્ષ 2013માાં પોતાના બે સાથીદારો સાથે મળીને ડ્રમ્સ ફૂડ ઈન્ટરનેશનલની સ્થાપના કરી હતી. ગ્રીક યોગર્ટ બ્રાન્ડ એપિગામિયા આની જ સબ્સિડિયરી છે.

રોહન મીરચંદાની

Rohan Mirchandani Passes Away: રોહન મીરચંદાનીએ વર્ષ 2013માાં પોતાના બે સાથીદારો સાથે મળીને ડર્મ્સ ફૂડ ઈન્ટરનેશનલની સ્થાપના કરી હતી. ગ્રીક યોગર્ટ બ્રાન્ડ એપિગામિયા આની જ સબ્સિડિયરી છે.

એપિગામિયાના સહ-સ્થાપક રોહન મીરચંદાનીનું નિધન થયું છે. માત્ર 41 વર્ષીય રોહન મીરચંદાનીનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું, મની કંટ્રોલના અહેવાલ મુજબ, 20 ડિસેમ્બરની રાત્રે રોહનની તબિયત અચાનક બગડી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. Epigamia એ ડ્રમ્સ ફૂડ કંપનીની નવા યુગની FMGC બ્રાન્ડ છે, જે ભારતમાં અગ્રણી ગ્રીક દહીં તરીકે ગણાય છે. વર્ષ 2023માં તેમને એપિગામિયાના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

દેશના પ્રમુખ દહી બ્રાન્ડ્સમાં સામેલ એપિગામિયા (Epigamia)ના કૉ-ફાઉન્ડર રોહન મીરચંદાનીનું નિધન (Rohan Mirchandani Death) થઈ ગયું. નાની ઉંમરમાં જ દેશના જાણીતા બિઝનેસ હસ્તીઓમાં મોખરે રહેનારા રોહન મીરચંદાનીએ હાર્ટ અટેકને કારણે 42 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા. એપિગામિયા ભારતમાં ગ્રીક યોગર્ટ (દહી)ની પૉપ્યુલર બ્રાન્ડ છે. આની પેરેન્ટ કંપની ડ્રમ્સ ફૂડ ઈન્ટરનેશનલ છે જેમાં અનેક દિગ્ગજ હસ્તીઓએ ઈન્વેસ્ટ કર્યું છે.

કંપનીની શરૂઆત વર્ષ 2013માં કરવામાં આવી હતી
બિઝનેસ ટુડે પર પ્રકાશિત અહેવાલ અનુસાર, સહ-સ્થાપક રોહન મીરચંદાનીના નિધનના સમાચારની પુષ્ટિ ગ્રીક દહીં બ્રાન્ડ એપિગામિયાની પેરેન્ટ કંપની ડ્રમ્સ ફૂડ ઈન્ટરનેશનલ દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદન દ્વારા કરવામાં આવી હતી. નોંધનીય છે કે રોહન મીરચંદાનીએ તેના બે સાથીદારો સાથે મળીને વર્ષ 2013માં ડ્રમ્સ ફૂડની સ્થાપના કરી હતી અને તે ઝડપથી FMCG કંપની તરીકે ઉભરી અને પ્રગતિ કરી.

આઈસ્ક્રીમથી ગ્રીક દહીં સુધી
NSU સ્ટર્ન એન્ડ વૉર્ટન સ્કૂલના સ્નાતક રોહન મીરચંદાનીએ અંકુર ગોયલ (હાલમાં સીઓઓ) અને ઉદય ઠક્કર (હાલમાં ડિરેક્ટર) સાથે ડર્મ્સ ફૂડની શરૂઆત કરી. પહેલા કંપનીએ આઈસ્ક્રીમ હોકી-પોકીથી શરૂઆત કરી અને પછી વર્ષ 2015 માં, તેઓએ ગ્રીક દહીં બ્રાન્ડ એપિગામિયા રજૂ કરી, જે વધુને વધુ લોકપ્રિય થઈ. તમને જણાવી દઈએ કે એપિગામિયા માત્ર દહીં જ નહીં પરંતુ અન્ય ડેરી ઉત્પાદનો પણ બનાવે છે.

દીપિકા પાદુકોણ સહિત આ દિગ્ગજ લોકોનું રોકાણ
ડ્રમ્સ ફૂડ ઇન્ટરનેશનલમાં ઘણા દિગ્ગજ લોકોએ રોકાણ કર્યું છે અને તેમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ સામેલ છે. અહેવાલો અનુસાર, દીપિકા પાદુકોણે ઘણી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે અને તેણે વર્ષ 2019માં ડ્રમ્સ ફૂડ ઇન્ટરનેશનલ કંપનીમાં રોકાણ કર્યું હતું. આ સિવાય વર્લિનવેસ્ટ 30 ટકા હિસ્સા સાથે કંપનીમાં સૌથી મોટો હિસ્સેદાર છે.

ફોસાક બિઝનેસ વિસ્તરણ પર હતો
કો-ફાઉન્ડર રોહન મીરચંદાનીના મૃત્યુ પહેલા પણ કંપનીના ભાવિ આયોજનને લગતા ઘણા સમાચાર હતા અને એવું કહેવામાં આવ્યું હતું કે ડ્રમ્સ ફૂડ આગામી નાણાકીય વર્ષમાં બિઝનેસ વિસ્તરણની તૈયારી કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, કંપની નાણાકીય વર્ષ 2025-26 માં દેશના 30 થી વધુ શહેરોમાં 20,000 થી વધુ રિટેલ ટચપોઇન્ટ્સ સાથે તેના વ્યવસાયને વિસ્તૃત કરવાની યોજના બનાવી રહી છે.

business news celebrity death deepika padukone national news Bharat