આખરે રોહિત પવારે બૅન્ગલોરમાં અજિત પવારના પ્લેન-ક્રૅશ સંદર્ભે પોલીસ-ફરિયાદ નોંધાવી

25 March, 2026 10:16 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

રોહિત પવારે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે એ ફક્ત દુર્ઘટના નહોતી, પણ નાયબ મુખ્ય પ્રધાનની હત્યા કરવાનું મોટું કાવતરું હોઈ શકે છે. 

રોહિત પવાર

બારામતી ઍરપોર્ટ પાસે ૨૮ જાન્યુઆરીએ થયેલા પ્લેન-ક્રૅશમાં અજિત પવાર ઉપરાંત અન્ય ૪ જણનાં મોત થયાં હતાં એ કેસમાં એ અકસ્માત નહીં પણ તેમની હત્યા કરવાનું કાવતરું હોઈ શકે એવી શંકા દર્શાવીને અજિત પવારના ભત્રીજા અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વિધાનસભ્ય રોહિત પવાર પોલીસમાં ફરિયાદ કરવા બહુ જ પ્રયાસ કરી રહ્યા હતા. આખરે ગઈ કાલે તેમણે કર્ણાટકના બૅન્ગલોરમાં આવેલા શેષાદ્રિપુરમ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં ઝીરો FIR નોંધવામાં આવ્યો છે. આ પહેલાં રોહિત પવારે ૨૫ ફેબ્રુઆરીએ મરીન ડ્રાઇવ પોલીસમાં અને ૨૬ ફેબ્રુઆરીએ બારામતી પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ પોલીસે તેમની ફરિયાદ લીધી નહોતી. આ કેસની તપાસ પુણેનો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ પ્રમાણે કરી રહી છે.

રોહિત પવારે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે એ ફક્ત દુર્ઘટના નહોતી, પણ નાયબ મુખ્ય પ્રધાનની હત્યા કરવાનું મોટું કાવતરું હોઈ શકે છે. 

national news india baramati plane crash ajit pawar rohit pawar nationalist congress party bengaluru