પીએમ મોદીએ યુક્રેન સંકટ વિશે ઝેલેન્સ્કી સાથે વાતચીત કરી

05 October, 2022 09:13 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે યુક્રેનના સંઘર્ષનો કોઈ લશ્કરી ઉકેલ ના હોય શકે

ફાઇલ તસવીર

રશિયા દ્વારા ન્યુક્લિયર હુમલાની ધમકી આપવામાં આવી છે ત્યારે આવા માહોલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે વાતચીત કરી હતી, જેમાં વડા પ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે યુક્રેનના સંઘર્ષનો કોઈ લશ્કરી ઉકેલ ના હોય શકે. વડા પ્રધાનની ઑફિસમાંથી ઇશ્યુ કરવામાં આવેલા એક સ્ટેટમેન્ટ અનુસાર, ટેલિફોનિક વાતચીત દરમ્યાન મોદી અને ઝેલેન્સ્કીએ યુક્રેનમાં અત્યારે ચાલી રહેલા ઘર્ષણ વિશે ચર્ચા કરી હતી, જેમાં પીએમ મોદીએ આ યુદ્ધનો વહેલો અંત લાવવાની વાત વધુ એક વખત કહી હતી. મોદીએ પરમાણુ સંસ્થાનોની સુરક્ષા પર ખાસ ભાર મૂક્યો હતો.

national news india narendra modi russia ukraine