રેલવેના ઍર-કન્ડિશન્ડ કોચમાં સફેદને બદલે સાંગાનેરી પ્રિન્ટનાં બ્લૅન્કેટ મળશે

20 October, 2025 07:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા અને વોકલ ફૉર લોકલ મિશનને વેગ આપવા માટે લેવાયો નિર્ણય

રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા જયપુરના ખાતીપુરા રેલવે-સ્ટેશન પર પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે જયપુર-અસારવા એક્સપ્રેસથી આ નવી પહેલની શરૂઆત કરવામાં આવી હતી

ભારતીય રેલવે દ્વારા ઍર-કન્ડિશન્ડ (AC) કોચમાં મુસાફરોને સફેદ બ્લૅન્કેટને બદલે હવે સાંગાનેરી ડિઝાઇનવાળાં પ્રિન્ટેડ બ્લૅન્કેટ આપવામાં આવશે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા જયપુરના ખાતીપુરા રેલવે-સ્ટેશન પર પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે જયપુર-અસારવા એક્સપ્રેસથી આ નવી પહેલની શરૂઆત કરવામાં આવી હતી. સરકારના ‘વોકલ ફૉર લોકલ’ મિશનને ફૉલો કરવા ઉપરાંત ભારતના સાંસ્કૃતિક વારસાને મહત્ત્વ આપવા માટે આ વિકલ્પ અપનાવવામાં આવ્યો છે. હૅન્ડ-બ્લૉક મોટિફ્સ માટે જાણીતી સાંગાનેરી પ્રિન્ટવાળાં કવર રેલવેનાં બ્લૅન્કેટ પર જોવા મળશે. જો આ પાઇલટ પ્રોજેક્ટ સફળ થાય તો રંગબેરંગી સાંગાનેરી પ્રિન્ટવાળાં કવર ટૂંક સમયમાં રેલવેના દરેક AC કોચમાં જોવા મળશે.

national news india jaipur culture news indian railways ashwini vaishnaw