સરદારનાં સંતાનોએ રાષ્ટ્ર પ્રથમનો જીવનમંત્ર અપનાવ્યો છે : મોદી

16 October, 2021 04:52 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિદ્યાર્થીઓ માટેની હૉસ્ટેલનું વડા પ્રધાને વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી ઈ-ખાતમુરત કર્યું

વિદ્યાર્થી ભવનનું વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી ઈ-ખાતમુરતના કાર્યક્રમ દરમ્યાન નરેન્દ્ર મોદી

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરતમાં રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિદ્યાર્થી ભવનનું વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી ઈ-ખાતમુરત કરીને કહ્યું હતું કે ગુજરાત સરદાર પટેલના વારસાને આગળ વધારી રહ્યું છે. પરસ્પર સહયોગ અને પરિશ્રમથી આગળ વધવું એ સરદાર સાહેબનો સ્વભાવ હતો જેને
આગળ વધારતાં સરદાર સાહેબનાં સંતાનોએ રાષ્ટ્ર પ્રથમનો જીવનમંત્ર અપનાવ્યો છે. 
આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સુરતમાં ખાતમુરત કરી જમનાબહેન છગનભાઈ ગોંડલિયા વિદ્યાર્થી ભવન અને રાધાબહેન હરજીભાઈ ઘેલાણી અતિથિભવનના નિર્માણકાર્યનો પાયો નાખ્યો હતો. 

national news narendra modi ahmedabad