14 September, 2025 12:42 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળની નૅશનલ યુનિવર્સિટી ઑફ જ્યુરિડિકલ સાયન્સિસ (NUJS)ના વાઇસ-ચાન્સેલર નિર્મલ કાન્તિ ચક્રવર્તી સામેના જાતીય સતામણીના કેસને ફગાવી દીધો હતો; પરંતુ કોર્ટે કહ્યું હતું કે આવાં કૃત્યો માફ કરી શકાય છે, પણ એ હંમેશાં ગુનેગાર સાથે સંકળાયેલાં રહેશે. તેથી કોર્ટે નિર્ણય લીધો કે આ આદેશને વાઇસ-ચાન્સેલરના બાયોડેટામાં સામેલ કરવો જોઈએ અને એનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવું જોઈએ. મહિલાની જાતીય સતામણી એપ્રિલ ૨૦૧૯માં થઈ હતી, પણ ફરિયાદ ૨૦૨૩માં ૨૬ ડિસેમ્બરે કરવામાં આવી હતી. ફરિયાદમાં વિલંબને કારણે કેસ ફગાવી દેવામાં આવ્યો હતો.