ભારતની સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ ગાઢ બનાવવા ૧.૨૭૫ લાખ કરોડના બીજા તબક્કાને પ્રધાનમંડળની મંજૂરી

16 July, 2026 02:45 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ભારતની સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ ગાઢ બનાવવા ૧.૨૭૫ લાખ કરોડના બીજા તબક્કાને પ્રધાનમંડળની મંજૂરી

નવી દિલ્હીમાં કૅબિનેટની બેઠકમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ સેમીકન્ડક્ટર ચિપ્સ બતાવી રહેલા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અશ્વિની વૈષ્ણવ.

કેન્દ્રીય પ્રધાનમંડળે ગઈ કાલે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન (ISM 2.0)ના બીજા તબક્કાને મંજૂરી આપી હતી, જેનો ખર્ચ ૧.૨૭૫ લાખ કરોડ રૂપિયા હતો. એ પહેલા તબક્કાના ૭૬,૦૦૦ કરોડ રૂપિયા કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. મિશનનો બીજો તબક્કો સેમીકન્ડક્ટર ફૅબ્રિકેશન યુનિટોને આકર્ષવા, અપસ્ટ્રીમ સપ્લાય-ચેઇન, અદ્યતન પૅકેજિંગ અને મહત્ત્વપૂર્ણ સામગ્રી તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે.

સરકાર ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદન ઇકોસિસ્ટમમાં આયાતી ઇનપુટ્સ પર નિર્ભરતા ઘટાડીને સેમીકન્ડક્ટર ઉપકરણો, વિશેષ રસાયણો, મહત્ત્વપૂર્ણ કાચા માલ અને અદ્યતન પૅકેજિંગ ટેક્નિકના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧ માર્ચે આ ક્ષેત્ર માટે સરકારના લાંબા ગાળાના વિઝનની રૂપરેખા આપી હતી અને સંપૂર્ણ સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

national news india indian government new delhi delhi news