પિતા સાઇરસ પૂનાવાલાને પદ્મ ભૂષણ મળતા અદાર પૂનાવાલાએ કહી આ વાત

26 January, 2022 06:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સરકારે આની સાથે જ કોવિડની બીજી વેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેકના ચેરમેન કૃષ્ણા એલા અને તેના સહ-સંસ્થાપક સુચિત્રા એલાને પણ પદ્મભૂષણ સન્માન આપવાની જાહેરાત કરી છે.

અદાર પૂનાવાલા (ફાઇલ તસવીર)

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલા (CEO Adar Poonawalla)એ તે લોકોને વધામણી આપી છે, જેમને મંગળારે સાંજે પદ્મ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી. તેમણે એક ટ્વીટમાં કહ્યું, "આ વર્ષે પદ્મ પુરસ્કાર મેળવનારા બધા યોગ્ય વ્યક્તિઓની મારી હાર્દિક શુભેચ્છાઓ"

ત્યાર બાદ તેમણે કોવિશીલ્ડ Covid-19 વેક્સિન નિર્માતા સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII)ના પ્રબંધ નિદેશક અને પોતાના પિતા સાઇરસ પૂનાવાલાને પદ્મભૂષણ દ્વારા સન્માનિત કરવાની જાહેરાત માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.

તેમણે આગળ ટ્વીટ કર્યું, "હું મારા ગુરુ, મારા નાયક, મારા પિતા ડૉ. સાઇરસ પૂનાવાલાને આ સન્માનનો હકદાર સમજવા માટે ભારત સરકારનો આભાર માનું છું." અદારે આ પોસ્ટની સાથે જ પોતાના બાળપણની એક તસવીર પણ પોસ્ટ કરી, જેમાં તે પોતાના માતા-પિતાના ખોળામાં છે.

સરકારે આની સાથે જ કોવિડની બીજી વેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટૅકના ચેરમેન કૃષ્ણા એલા અને તેના સહ-સંસ્થાપક સુચિત્રા એલાને પણ પદ્મ ભૂષણ સન્માન આપવાની જાહેરાત કરી છે.

national news padma bhushan