હવે કૉલ આવશે ત્યારે સ્ક્રીન પર નંબર સાથે જોવા મળશે કૉલરનું સાચું નામ

30 October, 2025 07:47 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સરકારે તમામ ટેલિકૉમ કંપનીઓને અઠવાડિયામાં એક સર્કલમાં આ સર્વિસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો

પ્રતીકાત્મક તસવીર

ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન (DoT)એ બહાર પાડેલા નિર્દેશથી હવે સામાન્ય લોકો માટે નકામા ફોનકૉલથી છૂટવાનો માર્ગ મોકળો થશે. DoTએ તમામ ટેલિકૉમ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે આગામી અઠવાડિયામાં ઓછામાં ઓછા એક સર્કલમાં કૉલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNP) સર્વિસ શરૂ કરી દે. આ સર્વિસને લીધે હવે મોબાઇલ ફોન પર કૉલ આવશે ત્યારે સ્ક્રીન પર નંબરની સાથે કૉલરનું સાચું નામ પણ દેખાશે. આ સર્વિસ શરૂ થઈ જશે પછી આપણને ફોન ઉપાડતાં પહેલાં જ ખબર પડી જશે કે ફોન કરનારનું સાચું નામ શું છે અને આપણને ફોનકૉલ કોના તરફથી આવી રહ્યો છે.

national news india technology news tech news cyber crime indian government