24 October, 2026 11:21 AM IST | Pulwama | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
માનવામાં આવી રહ્યો છે. RSSના કાશ્મીર પ્રભારી સમીર કુચેએ આ વિશે જણાવ્યું હતું કે આ કાર્યાલયનું ખૂલવું એ બદલાયેલા કાશ્મીરની નવી તસવીર રજૂ કરે છે, કારણ કે હવે અહીંનાં બાળકો અને યુવાનો પથ્થર ઉઠાવવાના બદલે હાથમાં પુસ્તકો પકડવા ઇચ્છે છે. BMSના અખિલ ભારતીય સંગઠન મંત્રી બી. સુરેન્દ્રને સ્પષ્ટ કર્યું હતું કે આ કાયમી કાર્યાલયથી સંગઠનની કામગીરીનું સંચાલન કરવામાં અને સ્થાનિક નાગરિકો તથા કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક વધારવામાં ખૂબ મોટી મદદ મળશે.
બિહારના સીવાન જિલ્લાના જામો બઝાર થાના વિસ્તાર હેઠળ આવતા આલમપુર ગામમાં શુક્રવારે સાંજે ફટાકડાના ગેરકાયદે ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ પ્રચંડ ધડાકાને કારણે મકાનનો આગળનો હિસ્સો તૂટીને સીધો રસ્તા પર પડ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર આશરે બે કલાક સુધી સતત ધડાકાઓ થતા રહ્યા હતા. ૭ લોકોનાં મોત થયાં હોવાની શક્યતા છે.
અયોધ્યામાં દસમા દીપોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે સરયૂ નદીના કિનારે આવેલા ૫૬ ઘાટને ૩૦ લાખ દીવાઓથી પ્રકાશિત કરવામાં આવશે. ઘાટોની સફાઈ કર્યા પછી માર્કિંગ કરવાનું કામ શરૂ થઈ ગયું છે. ગઈ કાલે સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે દીપોત્સવ સમારોહ સાથે ઉત્સવની તૈયારીઓ ઔપચારિક રીતે શરૂ કરવામાં આવી હતી. ડૉ. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટી તૈયારીઓનું સંકલન કરી રહી છે. પરિવહન અને સંગ્રહ દરમ્યાન તૂટેલા દીવાઓની ભરપાઈ કરવા માટે યુનિવર્સિટીએ ૩૦ લાખ દીવાના લક્ષ્યની સરખામણીમાં ૩૩ લાખ દીવાઓનો ઑર્ડર આપ્યો છે.
નાગચૂ શહેરમાં આવેલા ભૂકંપના કારણે ૩૩૯થી વધુ મકાનો ધરાશાયી, ૧૨,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ આંચકા અનુભવાયા
ગુરુવારે બાવીસ ઑક્ટોબરે રાત્રે તિબેટના ઉત્તર ભાગમાં ૭.૦ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભયાનક કુદરતી આફતમાં ઓછામાં ઓછા ૧૬ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય ૬૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ આવેલા આ ભૂકંપનું કેન્દ્ર તિબેટની રાજધાની લ્હાસાથી ૪૦૦ કિલોમીટર દૂર નાગચૂ શહેરના બાક્યેન કાઉન્ટીમાં ૧૦થી ૧૮ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. સમુદ્રસપાટીથી ૪૮૦૦ મીટરની ઊંચાઈએ આવેલા આ વિસ્તારમાં કડકડતી ઠંડીના કારણે બચાવ અને રાહતકામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધીમાં ૩૩૯થી વધુ મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયાં છે અથવા ભારે નુકસાન પહોંચ્યું હતું.
સ્થાનિક પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે બચાવકામગીરી હાથ ધરીને ૧૨,૦૦૦થી વધુ લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી અને સંચારસેવાઓ ખોરવાઈ ગઈ હતી જેને પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ છે. પીડિતો માટે ટેન્ટ, ધાબળા અને અન્ય જીવનજરૂરી રાહતસામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.
ચીન અર્થક્વેક નેટવર્ક સેન્ટરના સત્તાવાર ડેટા મુજબ શુક્રવાર સવાર સુધીમાં ૪.૩થી ૫.૨ની તીવ્રતાવાળા ૪૧૩થી વધુ આફ્ટરશૉક પણ નોંધાયા હતા જેનાથી લોકોમાં ભારે દહેશતનો માહોલ છે. આ આફ્ટરશૉકની અસર પાડોશી દેશોમાં પણ જોવા મળી છે જ્યાં શુક્રવારે સવારે પાકિસ્તાનમાં ૪.૯ અને અફઘાનિસ્તાનમાં ૪.૧ની તીવ્રતાના ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.