કલમ 370 અને 35A નાબૂદ કરવાની સાતમી વર્ષગાંઠ પર જમ્મુથી અમરનાથ યાત્રા એક દિવસ માટે રોકવામાં આવી

06 August, 2026 10:51 AM IST  |  Amarnath | Gujarati Mid-day Correspondent

જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 અને 35A નાબૂદ કરવાની સાતમી વર્ષગાંઠ પર કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી

આર્ટિકલ 370 નાબૂદ થયો એની સાતમી વર્ષગાંઠ ગઈ કાલે જમ્મુમાં ગોરખા સમુદાયે સ્પેશ્યલ કેક બનાવડાવીને ઊજવી હતી.

જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 અને 35A નાબૂદ કરવાની સાતમી વર્ષગાંઠ પર કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી. ગઈ કાલે જમ્મુના ભગવતી નગર બેઝ કૅમ્પથી અમરનાથ યાત્રાની કોઈ નવી ટુકડી રવાના થઈ નહોતી. પહલગામ અને બાલતાલ જતા યાત્રાળુઓને રોકવામાં આવ્યા હતા. સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આર્ટિકલ 370 નાબૂદ કરવાનો વિરોધ કરતા પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ગઈ કાલે જમ્મુમાં ઘર્ષણ થયું હતું.

બીજી તરફ નૅશનલ કોન્ફરન્સ (NC) અને પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી (PDP) સહિત અનેક પ્રાદેશિક પક્ષોએ એને બ્લૅક ડે તરીકે પાળ્યો અને વિરોધ-પ્રદર્શનો કર્યાં હતાં, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેને દેશના બંધારણીય ઇતિહાસમાં ઐતિહાસિક અને નિર્ણાયક દિવસ ગણાવ્યો હતો.

national news india jammu and kashmir amarnath yatra article 370