સ્વામી અવિમુક્તેશ્વરાનંદ કેસમાં પીડિત બાળકો પર જાતીય સતામણીની પુષ્ટિ થઈ

27 February, 2026 08:38 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

અવિમુક્તેશ્વરાનંદ પર કેસ કરનારા આશુતોષ મહારાજે બુધવારે કહ્યું હતું બાળકો સાથે કુકર્મ થયું હોવાની પુષ્ટિ થઈ છે

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ જાતીય સતામણીના કેસમાં પીડિત બાળકોની બુધવારે મેડિકલ-ટેસ્ટ કરવામાં આવી હતી. ગઈ કાલે એ બાળકોનો મેડિકલ રિપોર્ટ આવી ગયો હતો. પોલીસનાં સૂત્રોનો દાવો છે કે એમાં બાળકો સાથે કુકર્મ થયાની પુષ્ટિ થઈ છે. બે ડૉક્ટરોની પૅનલે પ્રયાગરાજની સરકારી હૉસ્પિટલમાં પીડિત બટુકોની મેડિકલ-ટેસ્ટ કરી હતી. અત્યારે રિપોર્ટ બંધ કવરમાં તપાસ-અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો છે અને આજે એ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસનાં સૂત્રોનું કહેવું છે કે બટુકો સાથે કુકર્મ કોણે કર્યું? ક્યારે કર્યું? ક્યાં કર્યું? એ બધું જ તપાસનો વિષય છે. પૂરી તપાસ પછી જ એ સાફ થશે કે અવિમુક્તેશ્વરાનંદ પર લાગેલા આરોપો કેટલા સાચા છે. 

અવિમુક્તેશ્વરાનંદ પર કેસ કરનારા આશુતોષ મહારાજે બુધવારે કહ્યું હતું બાળકો સાથે કુકર્મ થયું હોવાની પુષ્ટિ થઈ છે. બીજી તરફ પીડિત બાળકે પહેલી વાર મીડિયાની સામે આપેલા ઇન્ટરવ્યુમાં અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ટ મુકુંદાનંદે ૧૬ જાન્યુઆરીએ શોષણ કર્યું હોવાનું કહ્યું હતું. 

national news india prayagraj Protection of Children from Sexual Offences Act POCSO sexual crime Crime News