26 December, 2025 08:59 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સચિવાલયે સંસદસભ્યોને પરિસરમાં સ્માર્ટ ચશ્માં, સ્માર્ટ પેન કે સ્માર્ટ વૉચ જેવાં ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ ન કરવાનો આગ્રહ કર્યો છે.
સંસદની સુરક્ષા અને ગોપનીયતાને વધુ મજબૂત કરવા માટે લોકસભા સચિવાલયે એક મહત્ત્વપૂર્ણ પગલું લીધું છે. સચિવાલયે સંસદસભ્યોને પરિસરમાં સ્માર્ટ ચશ્માં, સ્માર્ટ પેન કે સ્માર્ટ વૉચ જેવાં ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ ન કરવાનો આગ્રહ કર્યો છે. એની પાછળનું કારણ એ છે કે આ ચીજોના ઉપયોગથી સભ્યોની પ્રાઇવસી જોખમાઈ શકે છે અને સંસદીય વિશેષાધિકારનું ઉલ્લંઘન થઈ શકે છે. લોકસભાના બુલેટિનમાં કહેવાયું છે કે ‘સભ્યોને અનુરોધ છે કે સંસદ-પરિસરના કોઈ પણ હિસ્સામાં બીજાની પ્રાઇવસી જોખમાય એવા કોઈ પણ પ્રકારના ડિવાઇસનો ઉપયોગ ન કરવો. સંસદભવન અને એના સભ્યોની સુરક્ષા, વિશેષાધિકાર અને પ્રાઇવસી ન જોખમાય એ માટે આ જરૂરી છે.`