30 July, 2026 09:49 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ચોમાસુ સત્ર દરમ્યાન બુધવારે સંસદમાં નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) અજિત ડોભાલની અચાનક હાજરીથી રાજકીય વર્તુળોમાં ભારે અટકળો વહેતી થઈ હતી. અે સમયે લોકસભામાં ઍન્ટિ પેપર-લીક બિલ પર ચર્ચા ચાલી રહી હતી. અજિત ડોભાલની આ હાજરી બાદ એવી ચર્ચા શરૂ થઈ હતી કે તેઓ કોઈ ગંભીર રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે પ્રધાનોને બ્રીફ કરવા અથવા કટોકટીની બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત સંપૂર્ણપણે રૂટીન હતી અને અેની પાછળ કોઈ ચોક્કસ સુરક્ષા ઇન્પુટ કે ઇમર્જન્સી અેજન્ડા નહોતો.