પંજાબના નવા મુખ્યપ્રધાન માટે સુખજિંદર સિંહ રંધાવાનું નામની અટકળો

19 September, 2021 06:14 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામાના 24 કલાક બાદ આખરે કોંગ્રેસે પંજાબના નવા મુખ્યપ્રધાનનું નામ નક્કી કર્યું છે.

મિડ-ડે

કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામાના 24 કલાક બાદ આખરે કોંગ્રેસે પંજાબના નવા મુખ્યપ્રધાનનું નામ નક્કી કર્યું છે.  પંજાબના નવા મુખ્યપ્રધાન સુખજિંદર સિંહ રંધાવા (સુખી) બની શકે છે. ના નામ પર પંજાબ કોંગ્રેસમાં સહમતિ બની છે અને નામ હાઈકમાન્ડને મોકલવામાં આવ્યું છે. એવા પણ સમાચાર છે કે રંધાવાએ રાજ્યપાલ સાથે મુલાકાતની માંગ કરી છે અને શપથ ગ્રહણ પણ આજે થઈ શકે છે.

રંધાવા માઝા વિસ્તારના મોટા નેતા છે. તેઓ ડેરા બાબા નાનક બેઠકના સીટિંગ ધારાસભ્ય છે અને કેપ્ટન કેબિનેટમાં મંત્રી હતા. તેઓ ત્રણ વખત ધારાસભ્ય છે, 2002, 2007 અને 2017 માં ચૂંટણી જીત્યા હતા.

પંજાબમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવાની સાથે બે ડેપ્યુટી સીએમ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડેપ્યુટી સીએમ માટે અરુણા ચૌધરી અને ભારત ભૂષણ આશુના નામ નક્કી કરવામાં આવ્યા છે.

congress punjab national news