Sukhoi Jet Crash: ભારતીય વાયુસેનાનું ફાઇટર જેટ થયું ક્રેશ- ૨ ઍર ફોર્સ પાઇલટે ગુમાવ્યો જીવ

06 March, 2026 11:17 AM IST  |  Assam | Gujarati Mid-day Online Correspondent

Sukhoi Jet Crash: આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં બનેલી આ દુર્ઘટનામાં બએ પાઇલટના મોત થયા છે. ટ્રેનિંગ મિશન દરમિયાન આ હાદસો બન્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

ફાઇટર જેટ ક્રેશની દુર્ઘટનામાં આ બંને પાઇલટે જીવ ગુમાવ્યા છે. (તસવીર સૌજન્ય: IAF)

ભારતીય વાયુ સેનાના એકક સુખોઈ Su-30MKI નામના ફાઇટર જેટ ક્રેશ થયું હોવાના અહેવાલો (Sukhoi Jet Crash) મળી રહ્યા છે. આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં બનેલી આ દુર્ઘટનામાં બએ પાઇલટના મોત થયા છે. ટ્રેનિંગ મિશન દરમિયાન આ હાદસો બન્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. ગઈકાલે સાંજે જોરહાટથી ઉડાન ભર્યા બાદ તરત જ પ્લેનનો રડાર સાથે સંપર્ક તૂટી ગયો હતો.

આ સમગ્ર મામલે એક નિવેદન જારી કર્યું છે તે અનુસાર પાઇલટની (Sukhoi Jet Crash) ઓળખ સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુર્ગાકર તરીકે કરી છે. શુક્રવારે સવારે વાયુસેનાએ પુષ્ટિ કરી હતી કે ફાઇટર જેટ જોરહાટ એરબેઝથી લગભગ 60 કિમી દૂર કાર્બી આંગલોંગના પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. સુખોઈ Su-30MKI એ એક ટ્રેનિંગ મિશન પર હતું, તે જોરહાટથી લગભગ 60 કિલોમીટર દૂર કાર્બી આંગલોંગ વિસ્તારમાં ક્રેશ થઈ ગયું છે હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ગઇકાલે જોરહારથી ઉડાન ભર્યા બાદ વિમાનનો ગ્રાઉન્ડ કંટ્રોલ સાથે છેલ્લો સંપર્ક સાંજે 7.42 વાગ્યે થયો હતો.  2000ના દાયકાની શરૂઆતમાં ઍર ફોર્સમાં સામેલ થયેલ આ જેટ સૌથી સક્ષમ ફ્રન્ટલાઈન ફાઇટર જેટમાંનું એક માનવામાં આવતું હતું. ભારતીય વાયુ સેના પાસે હાલમાં 200થી વધુ સુખોઈ વિમાનોનો કાફલો છે.

સ્થાનિક રહેવાસીઓને મોટા વિસ્ફોટનો અવાજ (Sukhoi Jet Crash) સંભળાયો હતો. આ બાબતની જાણ કરવામાં આવતા જ પોલીસ, નાગરિક વહીવટીતંત્ર અને ગ્રામજનો સાથે મળીને ભારતીય વાયુસેનાની ટીમોએ આખી રાત પ્લેનની શોધખોળ જારી રાખી હતી. પહાડી વિસ્તારોમાં પ્લેનને શોધવા માટે ગયેલી રેસ્ક્યૂ ટીમે શુક્રવારે વહેલી સવારે લગભગ ૧ વાગ્યાની આસપાસ વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો હતો. ભારતીય વાયુ સેનાએ સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુર્ગાકરના નિધનની પણ પુષ્ટિ કરી છે. જેઓ સુ-30 દુર્ઘટનામાં જીવલેણ રીતે ઘાયલ થયા બાદ મોતને ભેટયા છે.

રાજનાથ સિંહે વ્યક્ત કર્યું દુઃખ

દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ આ દુર્ઘટના (Sukhoi Jet Crash)માં બે પાઇલટના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ એક્સ પર લખ્યું હતું કે, "રાષ્ટ્ર માટે તેમની હિંમત અને સેવાને હંમેશા ગર્વ અને કૃતજ્ઞતા સાથે યાદ કરવામાં આવશે. દુઃખની આ ઘડીમાં રાષ્ટ્ર તેમની સાથે ઊભું છે.”

સુખોઈ Su-30 MKI ફાઇટર જેટ્સ વિશે આ પણ જાણો

national news india plane crash assam indian air force rajnath singh indian government