TVKના વિજયરથને અટકાવવા DMK અને AIADMK વચ્ચે થશે ગઠબંધન?

07 May, 2026 11:20 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

ધારો કે આ બન્ને જૂના દુશ્મનો મળી પણ જાય તોય સરકાર બનાવવાનું અઘરું તો છે જ

પ્રતીકાત્મક તસવીર

એક તરફ TVKની સરકાર બનાવવા માટે વિજય ૬ સહયોગીઓનો જુગાડ કરવામાં વ્યસ્ત છે ત્યારે એવી ચર્ચાઓ થઈ રહી છે કે નવી આવેલી ઊગતી પાર્ટીને ડામવા માટે કદાચ બે જૂના દુશ્મનો હાથ મિલાવે. DMK અને AIADMK વચ્ચે પાછલા બારણે આ બાબતે વાતચીત થઈ રહી હોવાની ચર્ચા સંભળાય છે. કેટલાંક સૂત્રોએ ઇન્ડિયા ટુડેને કહ્યું હતું કે જેને રાજ્યની પરંપરાગત દુશ્મન પાર્ટીઓ ગણવામાં આવે છે તેમની વચ્ચે અભૂતપૂર્વ પગલું લેવાય એવું શક્ય છે.

AIADMKનાં સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે પાછલા બારણે વાતચીત ચાલી રહી છે. જોકે અહીં પણ એક ગૂંચ તો ઊભી જ છે. DMK પાસે ૫૯ બેઠકો છે અને AIADMK પાસે ૪૭ બેઠકો. બન્ને મેળવીને કુલ આંકડો ૧૦૬ સુધી જ પહોંચે છે. બહુમત સાબિત કરવા ૧૧૮નો આંકડો મેળવવા DMK-AIADMKના ગઠબંધનને પણ બીજી નાની પાર્ટીઓના સહયોગની જરૂર પડવાની છે.  

national news india indian government dmk aiadmk political news indian politics