NEET આપ્યાના એક દિવસ બાદ જ તમિલનાડુની યુવતીએ જીવન ટૂંકાવ્યું

14 September, 2021 06:57 PM IST  |  Chennai | Gujarati Mid-day Online Correspondent

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) માટે હાજર થયાના એક દિવસ પછી, તમિલનાડુ એક ગામમાં 17 વર્ષની છોકરીએ આત્મહત્યા કરી લીધી હોવાની પોલીસે મંગળવારે આપી છે.

પ્રતિકાત્મક તસવીર

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) માટે હાજર થયાના એક દિવસ પછી, તમિલનાડુ એક ગામમાં 17 વર્ષની છોકરીએ આત્મહત્યા કરી લીધી હોવાની પોલીસે મંગળવારે આપી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, છોકરી, કનિમોઝીએ તેના માતા-પિતા સોમવારે રાત્રે બહાર ગયા હતા ત્યારે આ અંતિમ પગલું ભર્યું હતું. તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમને દીકરી ગળામાં ફાંસા સાથે લટકતી જોવા મળી હતી.

એક વકીલની પુત્રી, કનિમોઝી તમિલનાડુની 16મી મેડિકલ ઈચ્છુક છે, જે ણે પરીક્ષાના પરિણામથી ડરીને પોતાનું ટૂંકાવ્યું છે, નિરાશા સાથે કે તબીબી શિક્ષણ મેળવવાનું તેનું સ્વપ્ન નિષ્ફળ થશે.

તેણી રવિવારે રાષ્ટ્રીય પરીક્ષા માટે હાજર થઈ હતી અને તેના માતાપિતાને કહ્યું હતું કે તે કેટલાક અઘરા પ્રશ્નો અને તેના પરિણામ અંગે ચિંતિત હતી, તેમણે ઉમેર્યું હતું કે “તપાસ હજુ ચાલુ છે.”

અન્ય એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે પોલીસને આજે વહેલી સવારે માહિતી મળી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને બાદમાં પરિવારને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: તામિલનાડુ વિધાનસભાએ રાજ્યમાં NEET નાબૂદ કરતો ખરડો પસાર કર્યો, ભાજપે કર્યું વોકઆઉટ

National News tamil nadu