ભ્રષ્ટાચાર નાથવા માટે તામિલનાડુમાં વિજયની સરકારે કરી મોટી જાહેરાત

21 May, 2026 09:07 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

કોઈ ૧૦૦૦ રૂપિયાની લાંચ માગે તો ફરિયાદ કરો, ૧ લાખ રૂપિયાનું ઇનામ મળશે

વિજય

તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની સરકારે રાજ્યમાં ભ્રષ્ટાચારને નાથવા માટે કડક પગલાં લેવાની જાહેરાત સાથે મોટી ઘોષણા કરી છે. ભ્રષ્ટાચારવિરોધી ડિપાર્ટમેન્ટને જબરદસ્ત મજબૂત કરીને લોકોને પણ એમાં ભાગીદાર થવા પ્રોત્સાહિત કરતી જાહેરાત સરકારે કરી છે. આ નીતિ અંતર્ગત જો કોઈ સરકારી વિભાગમાં તેમની પાસેથી લાંચ માગે અને એના પુરાવાઓ તેમની પાસે હોય તો લોકો એની ફરિયાદ નોંધાવી શકે છે. ભલે લાંચની રકમ ૧૦૦૦ રૂપિયા જેટલી નાની પણ હશે તોય ચોક્કસ પુરાવાઓ સાથે રજૂ થયેલી ફરિયાદ સામે ફરિયાદકર્તાને એક લાખ રૂપિયા રોકડા ઇનામમાં આપવામાં આવશે.

આ પ્રક્રિયા આસાન કરવા માટે વિજયની સરકારે ૨૪ કલાક ટોલ-ફ્રી હેલ્પલાઇન શરૂ કરી છે. એ હેલ્પલાઇન નંબર છે ૧૮૦૦-૪૨૫-૧૫૫૫. સરકારી ઑફિસોમાં ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે ખતમ કરવામાં જનતાને સક્રિય રીતે સામેલ કરવાની આ પહેલને કારણે આ નિર્ણય દેશભરમાં ચર્ચામાં છે. 

national news india tamil nadu vijay political news indian politics