19 April, 2025 07:41 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તામિલનાડુ સરકારે ૨૧ મંદિરોમાં ભાવિકો દ્વારા ચડાવવામાં આવેલા પણ વપરાયા વિના પડી રહેલા આશરે ૧૦૦૦ કિલો સોનાને ગાળીને એના ૨૪ કૅરૅટના બાર તૈયાર કર્યા હતા અને સરકારની ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ બૅન્કમાં જમા કરાવ્યા હતા. આ ગોલ્ડ બાર પર સરકારને એક વર્ષમાં ૧૭.૮૧ કરોડ રૂપિયાનું વ્યાજ મળ્યું હતું. આ મુદ્દે આ વિભાગના મિનિસ્ટર પી. કે. શેખર બાબુએ જણાવ્યું હતું કે આ રકમનો ઉપયોગ સંબંધિત મંદિરોનાં વિકાસકામો માટે કરવામાં આવશે.
સોનાના આ દાગીના મૂર્તિઓને પહેરાવવામાં આવતા નહોતા તેથી એને મુંબઈ લઈ જઈને સરકારી મિન્ટમાં ગાળવામાં આવ્યા હતા અને ૨૪ કૅરૅટના બારને ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હેઠળ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં જમા કરાવવામાં આવ્યા હતા.