યુપીમાં શિ​ક્ષિકાઓને હવેથી ત્રણ દિવસની પિરિયડ્સ લીવ જોઈએ છે

21 July, 2021 01:10 PM IST  |  Prayagraj | Agency

બિહારની શિ​ક્ષિકાઓને આ સુવિધા ઉપલબ્ધ હોવાનું ઉત્તર પ્રદેશ વિમેન ટીચર્સ અસોસિએશને સરકારને લખેલા પત્રમાં જણાવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશની શાળાઓની શિ​ક્ષિકાઓએ દર મહિને માસિક સ્રાવના ત્રણ દિવસ- પિરિયડ્સ દરમ્યાન પોતાને સત્તાવાર રીતે રજા મળવી જોઈએ એવી માગણી કરી છે. બિહારની શિ​ક્ષિકાઓને આ સુવિધા ઉપલબ્ધ હોવાનું ઉત્તર પ્રદેશ વિમેન ટીચર્સ અસોસિએશને સરકારને લખેલા પત્રમાં જણાવ્યું છે. અસોસિએશને પિરિયડ્સના ત્રણ દિવસોમાં થતી શારીરિક વ્યાધિને ધ્યાનમાં રાખતાં ઉક્ત રજાની જોગવાઈ સરકારી સ્તરે કરવાની માગણીનું આવેદનપત્ર રાજ્યના મહિલા પંચનાં સભ્ય અનામિકા ચૌધરીને સુપરત કર્યું હતું. આગામી દિવસોમાં અસોસિએશનના હોદ્દેદારો નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યને મળીને તેમને પણ આવેદન પત્ર સુપરત કરશે. 

national news uttar pradesh