26 October, 2025 12:40 PM IST | Aligarh | Gujarati Mid-day Correspondent
વાયરલ તસવીર
ઉત્તર પ્રદેશના અલીગઢમાં લોધા વિસ્તારમાં કેટલાક લોકોએ તોફાન કરવાના ઇરાદાથી હિન્દુ મંદિરોની દીવાલો પર I Love Mohammad લખી નાખ્યું હતું. આ લખાણ સ્પ્રે-પ્રેઇન્ટ કે ચોકથી કરવામાં આવ્યું હતું. ભગવાનપુર અને બુલાકગઢીનાં પાંચ મંદિરોની દીવાલો પર અરાજક તત્ત્વોએ કરેલા આ કારસ્તાનથી સ્થાનિક હિન્દુ સમુદાયમાં ગુસ્સો ફેલાઈ ગયો હતો. આ ઘટના શુક્રવારે રાતે અથવા તો શનિવારે વહેલી સવારે થઈ હતી. આ મંદિરોમાં શિવ મંદિર અને હનુમાન મંદિરોને ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં.
ગામની કરણી સેનાના યુવાનોએ આવું કરનારા સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. કરણી સેનાએ આરોપ લગાવ્યો હતો કે બુલાકગઢી ગામમાં એક મૌલવી છે તેના કહેવા પર આ બધું થઈ રહ્યું છે, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી; ઊલટાનું અમને જ રોકીને પકડવાની ધમકી આપી રહી છે.