કેરલાના સૌપ્રથમ દૃષ્ટિહીન જજ બનશે થાન્યા નાથન

10 February, 2026 02:30 PM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

આ પરીક્ષામાં બેસતાં પહેલાં થાન્યા નાથને કન્નુર યુનિવર્સિટીથી બૅચલર ઑફ લૉ (LLB)માં ફર્સ્ટ રૅન્ક સાથે ગ્રૅજ્યુએશન કર્યું હતું.

થાન્યા નાથન સી.

વકીલ થાન્યા નાથન સી. ટૂંક સમયમાં કેરલાના જુડિશ્યલ ઇતિહાસમાં પ્રથમ દૃષ્ટિહીન મહિલા જજ તરીકે સેવા આવશે. થાન્યા નાથન સંપૂર્ણપણે જોઈ શકતાં નથી અને તેમને કેરલા જુડિશ્યલ સર્વિસમાં સિવિલ જજ (જુનિયર ડિવિઝન)ની પસંદગી માટે તાજેતરમાં યોજાયેલી જુડિશ્યલ સર્વિસ એક્ઝામિનેશનમાં બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓની મેરિટ યાદીમાં પ્રથમ સ્થાન મળ્યું હતું. મગજનો લકવો ધરાવતી જૉયસન સાજન બીજા ક્રમે આવી હતી.

આ પરીક્ષામાં બેસતાં પહેલાં થાન્યા નાથને કન્નુર યુનિવર્સિટીથી બૅચલર ઑફ લૉ (LLB)માં ફર્સ્ટ રૅન્ક સાથે ગ્રૅજ્યુએશન કર્યું હતું. ત્યાર બાદ તેમણે કન્નુર જિલ્લાના તાલિપરમ્બામાં વકીલ તરીકે પ્રૅક્ટિસ કરી હતી.

national news india kerala south india