અનેક બાળકોનાં મૃત્યુ પછી સરકાર જાગી

19 November, 2025 07:24 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કફ-સિરપ માત્ર પ્રિસ્ક્રિપ્શન પર વેચવાના પ્રસ્તાવ પર વિચાર

આ ઉત્પાદનોને અધિનિયમ હેઠળ લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદકના મૂળ છૂટક પૅકમાં વેચવામાં આવે એ શરતે મુક્તિ આપવામાં આવે છે.

તાજેતરના મહિનાઓમાં દૂષિત કફ-સિરપ પીવાથી અનેક બાળકોએ જીવ ગુમાવ્યા હોવાથી કેન્દ્ર સરકાર કફ-સિરપના વેચાણને નિયંત્રિત કરતા નિયમો કડક બનાવવાનું વિચારી રહી છે. કેન્દ્રીય ડ્રગ્સ કન્ટ્રોલર કફ-સિરપને લાઇસન્સ વિના મુક્તપણે વેચી શકાય એવી દવાઓની યાદીમાંથી દૂર કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. એના પરિણામે ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન પછી જ કફ-સિરપ ઉપલબ્ધ થઈ શકશે.

હાલમાં કફ-સિરપ શેડ્યુલ K હેઠળ આવે છે. આ એક એવી શ્રેણી છે જેમાં રોજિંદા ઉપયોગમાં લેવામાં આવતાં ઓછાં જોખમવાળાં તબીબી ઉત્પાદનો માટે છે જે ગામડાંઓમાં પણ સંપૂર્ણ 
દવા-વેચાણ લાઇસન્સની જરૂર વગર વેચી શકાય છે. આ યાદીમાં સિરપ, લોઝેન્જ, ગોળીઓ અને ઉધરસ માટેની ગોળીઓ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ઉપરાંત લિનિમેન્ટ્સ, ઍડ્હેસિવ પ્લાસ્ટર, આયોડીન અને બેન્ઝોઇનનું ટિંક્ચર અને અન્ય પ્રાથમિક સારવાર-ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનોને અધિનિયમ હેઠળ લાઇસન્સ પ્રાપ્ત ઉત્પાદકના મૂળ છૂટક પૅકમાં વેચવામાં આવે એ શરતે મુક્તિ આપવામાં આવે છે.

national news india indian government health tips healthy living