26 March, 2026 08:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નવી મુંબઈના સાનપાડામાં ખાલી સિલિન્ડર લઈ જતી મહિલાઓ.
પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રાલયે બુધવારે એ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા કે શહેરી વિસ્તારોમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) સિલિન્ડર બુક કરાવ્યા બાદ વેઇટિંગ પિરિયડ વધારીને ૩૫ દિવસ કરવામાં આવ્યો છે. આ મુદ્દે મંત્રાલયે જણાવ્યું હતું કે ‘આવા નિયમોમાં કોઈ ફેરફાર થયો નથી, બે રીફિલ બુકિંગ વચ્ચેનો લઘુતમ તફાવત શહેરી વિસ્તારોમાં ૨૫ દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં ૪૫ દિવસનો રહે છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આવી ખોટી માહિતી પર વિશ્વાસ ન કરે અથવા ફેલાવે નહીં અને LPG રીફિલનું બિનજરૂરી અથવા ગભરાટભર્યું બુકિંગ કરવાનું ટાળે.’
કેટલાક અહેવાલો અને સોશ્યલ મીડિયા પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે LPG રીફિલ બુકિંગ વેઇટિંગ પિરિયડ પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના (PMUY) કનેક્શન માટે ૪૫ દિવસ, નૉન-PMUY સિંગલ બૉટલ કનેક્શન માટે ૨૫ દિવસ અને નૉન-PMUY ડબલ બૉટલ કનેક્શન માટે ૩૫ દિવસ કરવામાં આવ્યો છે.
LPG ઉપલબ્ધતા વિશે મંત્રાલયે ખાતરી આપી હતી કે દેશમાં LPGનો પૂરતો સ્ટૉક છે અને ચિંતાનું કોઈ કારણ નથી.